• આર્ટ ઓફ લિવિંગ આંતરરાષ્ટ્રીય કેન્દ્ર ખાતે કૃષ્ણ જન્માષ્ટમીની અદભૂત ઉજવણી કરાઈ હતી
  • આ ઉજવણીમાં અન્નકૂટ પ્રદર્શનમાં વિવિધ પ્રકારની 2,224 શાકાહારી વાનગીઓ પ્રદર્શિત કરાઈ
  • ભગવાન કૃષ્ણને કૃતજ્ઞતાના પ્રતીક રૂપે વિવિધ પ્રકારના શાકાહારી વ્યંજનો અર્પણ કરાઈ છે

આર્ટ ઓફ લિવિંગ આંતરરાષ્ટ્રીય કેન્દ્ર ખાતે કૃષ્ણ જન્માષ્ટમીની અદભૂત ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત અને સમગ્ર દેશમાંથી હજારો પ્રતિભાગીઓએ હાજરી આપી હતી. આ ઉજવણીનું મુખ્ય કેન્દ્ર અન્નકૂટ સમારોહ હતો. અન્નકૂટ પ્રદર્શનમાં વિવિધ પ્રકારની 2,224 શાકાહારી વાનગીઓ પ્રદર્શિત કરવામાં આવી હતી. આ કાર્યક્રમ વૈશ્વિક આધ્યાત્મિક ગુરુ અને માનવતાવાદી અગ્રણી એવા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીની વિશેષ હાજરીમાં ઉજવવામાં આવ્યો હતો.

ભોજનનો પર્વત

અન્નકૂટનો અર્થ થાય છે 'ભોજનનો પર્વત', જે કૃતજ્ઞતા અને ભક્તિનું પ્રતીકાત્મક અર્પણ છે અને અહીંયા 'પર્વત'એ ગોવર્ધન પર્વતના સંદર્ભમાં (શાસ્ત્રો મુજબ જે પહાડ ભગવાન કૃષ્ણ એ પોતાની ટચલી આંગળી ઉપર ઉપાડ્યો હતો) વિપુલતા દર્શાવે છે. આ દિવસે ભક્તો દ્વારા ભગવાન કૃષ્ણને કૃતજ્ઞતાના પ્રતીક રૂપે વિવિધ પ્રકારના શાકાહારી વ્યંજનો અર્પણ કરવામાં આવે છે.

વાનગીઓની વિશાળ શ્રેણીમાં પ્રાદેશિક કરાઈ

આ રીતે તૈયાર કરાયેલી વાનગીઓની વિશાળ શ્રેણીમાં પ્રાદેશિક વિશેષતાઓ અને પરંપરાગત રીતિરીવાજોની ઝલક પ્રચુર માત્રમાં જોવા મળી હતી. જે ભારતના વૈવિધ્યસભર રસોઈના વારસાને પણ પ્રતિબિંબિત કરે છે.


યોગીઓ માટે બધી ઇચ્છાઓ અને સુખ ફક્ત વહેણ છે

ગુરુદેવ કહે છે કે, યોગીઓ માટે બધી ઇચ્છાઓ અને સુખ ફક્ત વહેણ છે. આપણા પૂર્વજો ખૂબ વ્યવહારુ હતા કે તેઓએ આવી અદભુત પરંપરા બનાવી. માત્ર અન્નકૂટને જોઈને જ આપણને સંતોષ મળે છે, જે આપણી પરંપરાની પ્રચુરતા દર્શાવે છે. વિશ્વના અન્ય કોઈ દેશમાં ભારત જેટલો સમૃદ્ધ પાક કળાનો વારસો અને વિવિધતા જોવા મળતો નથી.

ફળો અને શાકભાજીમાંથી બનાવેલ ગણેશજીની પ્રતિમા પ્રદર્શિત કરાઈ

આ પ્રસંગ નિમિતે ઘણા સ્વયં સેવકોએ સાથે મળીને ફક્ત ફળો અને શાકભાજીમાંથી બનાવેલ ગણેશજીની અદભુત પ્રતિમા પ્રદર્શિત કરી હતી. આ સર્જનાત્મક અને પર્યાવરણ મૈત્રીપૂર્ણ પ્રતિમા આશ્રમના રચનાત્મક અને આધ્યાત્મિક સદ્ભાવ પ્રત્યેના ધ્યેયને પ્રકાશિત કરે છે.

હજારો ભક્તો આ ઉજવણીમાં જોડાયા

વિશ્વભરમાંથી હજારો ભક્તો અને મુલાકાતીઓ આ ઉજવણીમાં જોડાયા હતા. આ ઉજવણી ભક્તિ, સંસ્કૃતિ, સર્જનાત્મકતા અને એકતાનો અનોખો સંગમ હતો. તેમજ એ પણ બધું ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની ગરિમાપૂર્ણ હાજરીમાં, જેમનો શાંતિ અને પ્રેમનો સંદેશ સમગ્ર વિશ્વમાં બધાના હૃદયને સ્પર્શતો રહે છે.


  • Follow us on: