- અરવિંદ કેજરીવાલ હાલ વચગાળાના જામીન પર છે બહાર
- રાઉઝ એવન્યુ કોર્ટમાં દાખલ કરી જામીન અરજી
- જામીન અરજી પર બપોરે 2 વાગે સુનાવણી
દિલ્હી લીકર પોલિસી સ્કેમ મામલે મની લોન્ડ્રિંગને લઇને દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ હાલ વચગાળાના જામીન પર જેલમાંથી બહાર આવ્યા છે. તેઓને 2 જૂને સરેન્ડ થવાનો આદેશ આપવામાં આવ્યો છે. જેને હવે થોડા દિવસોની જ વાર છે ત્યારે અરવિંદ કેજરીવાલે જામીન માટે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે.
બપોરે 2 વાગે સુનાવણી
મની લોન્ડરિંગ કેસના આરોપી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જામીન માટે રાઉઝ એવન્યુ કોર્ટમાં અરજી કરી છે. દિલ્હીના સીએમની અરજી પર રાઉઝ એવન્યુ કોર્ટમાં બપોરે 2 વાગ્યે સુનાવણી થશે.
સુપ્રિમ કોર્ટે આપ્યો ઝટકો
દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ હાલમાં વચગાળાના જામીન પર બહાર છે. તેઓના 1 જૂને જામીન પૂર્ણ થઇ રહ્યા છે. 2 જૂને તેમણે સરેન્ડર કરવાનો આદેશ આપ્યો છે. પરંતુ કેજરીવાલે એક અઠવાડિયાનું એક્સટેન્શન માગ્યુ હતું. જેને લઇને અરજી કરતા કોર્ટે તાત્કાલિક સુનાવણીનો ઇન્કાર કરી દીધો હતો. કોર્ટે કહ્યું કેજરીવાલની અરજી યોગ્ય નથી.
2 જૂને સરેન્ડર થવુ પડશે
દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી કોઈ રાહત મળે તેમ લાગતું નથી. હવે તેણે 2 જૂને કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કરવું પડશે. તમને જણાવી દઈએ કે સીએમ કેજરીવાલે તેમના વચગાળાના જામીન 7 દિવસ માટે વધારવાની અપીલ કરી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રીએ તેમની અરજી સ્વીકારી ન હતી.
ધરપકડ 21 માર્ચે થઈ હતી
મહત્વનું છે કે ઇડીએ એક્સાઇઝ પોલિસી 'કૌભાંડ' સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં બે કલાકની પૂછપરછ પછી 21 માર્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. ત્યારથી તે કસ્ટડીમાં હતા. 10મી મેના રોજ સુપ્રીમ કોર્ટે સીએમ કેજરીવાલને લોકસભા ચૂંટણી પ્રચાર માટે 21 દિવસના વચગાળાના જામીન આપ્યા હતા, જે 1 જૂનના રોજ સમાપ્ત થઈ રહ્યા છે. જે પછી કેજરીવાલને સરેન્ડર કરવાનું કહેવામાં આવ્યું છે.