• અરવિંદ કેજરીવાલની મુશ્કેલી વધી
  • સુપ્રિમ કોર્ટે ન આપી કેજરીવાલને રાહત
  • કેજરીવાલે 7 દિવસના જામીન વધારવા કરી હતી અરજી

દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ હાલમાં વચગાળાના જામીન પર બહાર છે. તેઓના 1 જૂને જામીન પૂર્ણ થઇ રહ્યા છે. 2 જૂને તેમણે સરેન્ડર કરવાનો આદેશ આપ્યો છે. પરંતુ કેજરીવાલે એક અઠવાડિયાનું એક્સટેન્શન માગ્યુ હતું. જેને લઇને અરજી કરતા કોર્ટે તાત્કાલિક સુનાવણીનો ઇન્કાર કરી દીધો હતો. કોર્ટે કહ્યું કેજરીવાલની અરજી યોગ્ય નથી. 

2 જૂને સરેન્ડર થવુ પડશે 

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી કોઈ રાહત મળે તેમ લાગતું નથી. હવે તેણે 2 જૂને કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કરવું પડશે. તમને જણાવી દઈએ કે સીએમ કેજરીવાલે તેમના વચગાળાના જામીન 7 દિવસ માટે વધારવાની અપીલ કરી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રીએ તેમની અરજી સ્વીકારી ન હતી.

કેજરીવાલ જલ્દી ઇચ્છતા હતા સુનાવણી

મહત્વનું છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વચગાળાના જામીન લંબાવવાની અરજી પર તાત્કાલિક સુનાવણી ઈચ્છતા હતા. જે માટે  કેજરીવાલ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ સુપ્રીમ કોર્ટની વેકેશન બેન્ચ પાસે તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી. દેશની સૌથી મોટી કોર્ટે કહ્યું છે કે અરજીની યાદી પર નિર્ણય ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) દ્વારા લેવામાં આવશે, કારણ કે મુખ્ય કેસમાં નિર્ણય હજુ પણ અનામત છે. સુપ્રીમ કોર્ટે અભિષેક મનુ સિંઘવીને પૂછ્યું કે ગયા અઠવાડિયે જ્યારે મુખ્ય બેંચના જજ જસ્ટિસ દત્તા બેઠા હતા ત્યારે અરજી શા માટે દાખલ કરવામાં આવી ન હતી.

જામીન 7 દિવસ વધારવા અરજી કરી હતી

મહત્વનું છે કે અરવિંદ કેજરીવાલને 21 દિવસના વચગાળાના જામીન આપતાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તેમણે 2 જૂને આત્મસમર્પણ કરીને જેલમાં જવું પડશે. ત્યારે સોમવારે અરવિંદ કેજરીવાલે સ્વાસ્થ્યના કારણોને ટાંકીને વચગાળાના જામીન 7 દિવસ વધારવા માટે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. આમ આદમી પાર્ટી તરફથી કહેવામાં આવ્યું હતું કે કેજરીવાલનું વજન 7 કિલો ઘટી ગયું છે. તેમને કિડનીની ગંભીર સમસ્યા અથવા કેન્સરનું લક્ષણ ગણાવતા, આમ આદમી પાર્ટીએ કહ્યું હતું કે ડોક્ટરોએ તેમને PET-CT સ્કેન સહિત અનેક પરીક્ષણો કરાવવા કહ્યું છે અને આ માટે તેમને સમયની જરૂર છે.

  • Follow us on: