- દિલ્હી હાઇકોર્ટે દ્વારા સુનાવણી
- 21 જૂને દલીલો સાંભળીને નિર્ણય રાખ્યો હતો સુરક્ષિત
- ઇડીએ કેજરીવાલની જામીનનો કર્યો છે વિરોધ
દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલને નીચલી કોર્ટે જામીન મંજૂર કર્યા હતા. જેની પર ઇડીએ વાંધો ઉઠાવતા હાઇકોર્ટમાં જામીન અરજી પર વિરોધ ઉઠાવ્યો હતો. દિલ્હી હાઇકોર્ટે 21 જૂને બંને પક્ષની દલીલો સાંભળીને નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.ત્યારે હવે આ મામલે હાઇકોર્ટમાં સુનાવણી થઇ છે. હાઇકોર્ટે કેજરીવાલને રાહત આપી નથી. જેથી કેજરીવાલ હજી જેલમાં જ રહેશે.
શું કહે છે હાઇકોર્ટ ?
જસ્ટિસ સુધીર કુમાર જૈનની ખંડપીઠે રાઉઝ એવન્યુ કોર્ટના નિર્ણય પરનો સ્ટે જાળવી રાખ્યો છે. કેસની સુનાવણી શરૂ કરતી વખતે કોર્ટે કહ્યું કે નીચલી અદાલતની વેકેશન બેન્ચે કેજરીવાલને જામીન આપતી વખતે તેના વિવેકબુદ્ધિનો ઉપયોગ કર્યો ન હતો. હાઈકોર્ટે કહ્યું કે અમે બંને પક્ષોને સાંભળ્યા. પરંતુ નીચલી કોર્ટે EDના દસ્તાવેજોને ધ્યાનમાં લીધા ન હતા. નીચલી અદાલતે PMLAની કલમ 45ની બેવડી આવશ્યકતાઓને ધ્યાનમાં લીધી ન હતી.
નીચલી કોર્ટમાંથી મળ્યા હતા જામીન
હાઈકોર્ટે કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીની એ દલીલને ફગાવી દીધી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે અરજી પર વહેલી સુનાવણીની કોઈ જરૂર નથી. ઉલ્લેખનીય છે કે ગુરુવારે અરવિંદ કેજરીવાલને નીચલી કોર્ટમાંથી જામીન મળ્યા હતા, જેની સામે EDએ દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો.
EDએ કરી હતી અરજી
ED તરફથી હાજર રહેલા વકીલે કહ્યું હતુ કે અમને નીચલી કોર્ટમાં કેસની દલીલ કરવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો નથી.ASG રાજુએ કહ્યું કે લેખિત રજૂઆત કરવા માટે સમય ન આપવો બિલકુલ યોગ્ય નથી. વધુમાં કહ્યું કે અમારો કેસ ઘણો મજબૂત છે. સિંઘવીની હાજરી સામે વિરોધ દર્શાવ્યો હતો. EDએ તેના SLPમાં કહ્યું છે કે તપાસના મહત્વના તબક્કે કેજરીવાલને મુક્ત કરવાથી તપાસને અસર થશે કારણ કે કેજરીવાલ મુખ્યમંત્રી જેવા મહત્વપૂર્ણ પદ પર છે.