• અરવિંદ કેજરીવાલને સુપ્રિમ કોર્ટ તરફથી રાહત નહી 
  • હાઇકોર્ટે વચગાળાનો સ્ટે લગાવી દીધો હતો
  • જસ્ટિસ મનોજ મિશ્રાની બેંચ દ્વારા સુનાવણી

સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ મનોજ મિશ્રાની બેંચ આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર સુનાવણી. થઇ. સુપ્રિમ કોર્ટ તરફથી કેજરીવાલને રાહત મળી નથી. સુપ્રિમ કોર્ટનું કહેવુ છે કે પહેલા હાઇકોર્ટનો નિર્ણય આવવા દો. આ માટે હાઇકોર્ટ પર કોઇ ફોર્સ કરી શકાય નહી. વધુમાં કહ્યું કે  બે દિવસમાં હાઇકોર્ટ સુનાવણી કરશે જ તેમ સુપ્રિમ કોર્ટે ટિપ્પણી કરી હતી. મહત્વનું છે કે  કેજરીવાલે દિલ્હી લિકર પોલિસી કેસમાં હાઈકોર્ટના નિર્ણયને પડકાર્યો હતો, જેમાં કોર્ટે દિલ્હીના સીએમના જામીન પર રોક લગાવી દીધી હતી. ત્યારે હવે આ મામલે 26 જૂને સુપ્રિમ કોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાશે.

શું કહ્યું કોર્ટે ?

સુપ્રીમ કોર્ટે  કેજરીવાલની જામીન અરજીના આદેશ પરનો વચગાળાનો સ્ટે હટાવવાનો ઇનકાર કર્યો હતો. સાથે જ સુપ્રિમ કોર્ટે કહ્યું કે   આપણે દિલ્હી હાઈકોર્ટના નિર્ણયની રાહ જોવી જોઈએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જ્યારે હાઈકોર્ટે નિર્ણય અનામત રાખ્યો છે ત્યારે અમારા માટે દખલ કરવી યોગ્ય નથી. અમે અરજી બુધવારે સુનાવણી કરીશું. જો આ દરમિયાન હાઇકોર્ટનો નિર્ણય આવી જશે તો અમે તેને પણ રેકોર્ડમાં ધ્યાને રાખીશું. 


કેજરીવાલના વકીલે શું કહ્યું? 

કેજરીવાલના વકીલ સિંઘવીએ કહ્યું કે જ્યારે દિલ્હી હાઈકોર્ટ ઓર્ડરની કોપી અપલોડ કર્યા વિના સ્ટે લગાવી શકે છે ત્યારે સુપ્રીમ કોર્ટ પણ હાઈકોર્ટના આદેશ વિના તેના પર સ્ટે મૂકી શકે છે. સુનાવણી દરમિયાન કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે હાઈકોર્ટનો સ્ટે ન્યાયિક પ્રક્રિયાનું ઉલ્લંઘન છે. ત્યારબાદ જસ્ટિસ મિશ્રાએ કહ્યું કે હાઈકોર્ટ આવતીકાલે પોતાનો ચુકાદો આપવા જઈ રહી છે.


વધુમાં સિંઘવીએ કહ્યું કે જો હાઈકોર્ટમાં EDની અરજી ફગાવી દેવામાં આવે છે તો (CM કેજરીવાલ) સમયની ભરપાઈ કેવી રીતે થશે? તેના પર ખંડપીઠે કહ્યું, હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આદેશ ટૂંક સમયમાં આવશે. EDએ ન્યાયાધીશોને કહ્યું કે, હાઈકોર્ટનો આદેશ આવતીકાલે અથવા તેના પરમ દિવસે આવી જશે.

21 માર્ચે કરી હતી ધરપકડ

અરવિંદ કેજરીવાલે કથિત દિલ્હી એક્સાઈઝ પોલિસી કૌભાંડ કેસમાં તેમને જામીન આપવાના નીચલી કોર્ટના આદેશ પર દિલ્હી હાઈકોર્ટના વચગાળાના સ્ટે સામે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. નીચલી કોર્ટે 20 જૂને કેજરીવાલને જામીન આપ્યા હતા, પરંતુ હાઈકોર્ટે શુક્રવારે તેના પર વચગાળાનો સ્ટે લગાવી દીધો હતો. EDએ 21 માર્ચે કેજરીવાલની ધરપકડ કરી હતી.

  • Follow us on: