- લિકર કેસ મામલે અરવિંદ કેજરીવાલે હાઇકોર્ટમાં કરી અરજી
- કેજરીવાલે તેમની ધરપકડ અને રિમાન્ડને ગેરકાયદેસર ગણાવ્યા
- 24 માર્ચ સુધી તાત્કાલિક સુનાવણીની માંગ કરવામાં આવી
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 22 માર્ચ, 2024ના રોજ ટ્રાયલ કોર્ટ દ્વારા પસાર કરવામાં આવેલા તેમની ધરપકડ અને રિમાન્ડના આદેશને દિલ્હી હાઈકોર્ટ સમક્ષ પડકાર્યો છે. કેજરીવાલે હાઈકોર્ટમાં દાખલ કરેલી અરજીમાં તેમની ધરપકડ અને રિમાન્ડને ગેરકાયદેસર ગણાવ્યા છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ED વતી પોતાની ધરપકડ અને રિમાન્ડને હાઈકોર્ટમાં પડકાર્યો છે. એક દિવસ પહેલા, દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે કેજરીવાલને રાહત આપવાનો ઇનકાર કર્યો હતો અને તેમને 28 માર્ચ સુધી ED કસ્ટડીમાં મોકલી દીધા હતા. હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં તેમના વતી દલીલ કરવામાં આવી છે કે, EDના ધરપકડ અને રિમાન્ડના આદેશ બંને ગેરકાયદેસર છે. આવી સ્થિતિમાં તે તાત્કાલિક EDની કસ્ટડીમાંથી મુક્ત થવાને પાત્ર છે. કેજરીવાલ વતી હાઇકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ પાસે રવિવાર 24 માર્ચ સુધી તાત્કાલિક સુનાવણીની માંગ કરવામાં આવી છે.













