• અરવિંદ કેજરીવાલને સુપ્રિમ કોર્ટે આપ્યા વચગાળાના જામીન
  • કેજરીવાલની જામીન અરજી પર સુપ્રિમ કોર્ટનો નિર્ણય
  • કેજરીવાલે ધરપકડને પડકારતી સુપ્રિમ કોર્ટમાં કરી હતી અરજી 

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળી ગયા છે. જસ્ટિસ સંજીવ ખન્નાના નેતૃત્વમાં ત્રણ જજોની બેન્ચે આ નિર્ણય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે જામીનના પ્રશ્નની તપાસ કરી નથી પરંતુ અમે કલમ 19 પીએમએલએના માપદંડોની તપાસ કરી છે. અમે કલમ 19 અને કલમ 45 વચ્ચેનો તફાવત સમજાવ્યો છે. કલમ 19 એ અધિકારીઓનો વ્યક્તિલક્ષી અભિપ્રાય છે અને તે ન્યાયિક સમીક્ષાને આધીન છે. કલમ 45નો ઉપયોગ કોર્ટ દ્વારા જ કરવામાં આવે છે

હમણા જેલની બહાર નહી આવે

કેજરીવાલને ભલે વચગાળાના જામીન મળ્યા પરંતુ તેઓ હાલ જેલની બહાર નહી આવી શકે. હાલ તેઓ સીબીઆઇની કસ્ટડીમાં છે. જ્યારે કેજરીવાલને જામીન ઇડી કેસમાં મળ્યા છે. જેથી તેઓ હાલ જેલમાં જ રહેશે. 

સુનાવણી ન થાય ત્યાં સુધી વચગાળાના જામીન

સુપ્રિમ કોર્ટે લીકર સ્કેમ પોલિસી મામલે સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડને પડકારતી અરજીના મામલાને મોટી બેંચ પાસે મોકલી દીધો છે. હવે સુપ્રિમ કોર્ટના 3 જજની બેંચ આ અરજી પર સુનાવણી કરશે. આ મામલે ચીફ જસ્ટિસ ત્રણ જજ નિયુક્ત કરશે. મોટી બેંચ પાસે મામલાની સુનાવણી થાય ત્યા સુધી કેજરીવાલને વચગાળાના જામીન આપ્યા છે.



સીબીઆઇ મામલે 18 જૂલાઇએ સુનાવણી 

કેજરીવાલના વકીલે જણાવ્યું કે સીબીઆઇ મામલે 18 જુલાઇએ દિલ્હી હાઇકોર્ટમાં સુનાવણી છે. આ અંગે નિર્ણય આવ્યા બાદ જ ખબર પડશે કે તેઓ જેલની બહાર આવશે કે કેમ. વચગાળાના જામીન આપતા કોર્ટે કહ્યું કે દિલ્હીના મુખ્યમંત્રી 90 દિવસ જેલમાં રહ્યા છે. 



  • Follow us on: