• ભીમા કોરેગાંવ યુદ્ધની 206મી વર્ષગાંઠ
  • મોટી સંખ્યામાં જનમેદની થઇ હતી એકત્રિત
  • ડે.સીએમ અજિત પવાર પણ આ પ્રસંગે રહ્યા હતા હાજર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. એક એવું નામ છે જેમના વિશ્વ પણ વખાણ કરતા થાકતુ નથી. અને હવે તો દેશમાં એવુ થઇ રહ્યું છે કે વિપક્ષના કેટલાક નેતા પણ પીએમ મોદીના વખાણ કર્યા વિના રહી શકતા નથી. ત્યારે મહારાષ્ટ્રના ડે.સીએમએ પણ પીએમ મોદીને લઇને મહત્વનું નિવેદન આપ્યું છે.

ભીમા કોરેગાંવ યુદ્ધની 206મી વર્ષગાંઠ

મહારાષ્ટ્રના ડે. સીએમ અજિત પવારે સોમવારે પૂણેમાં ભીમા કોરેગાંવ યુદ્ધની 206મી વર્ષગાંઠ નિમિત્તે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતુ કે 2024માં લોકસભાની ચૂંટણી આવી રહી છે. 5 રાજ્યોમાં ચૂંટણી પરિણામો જોયા. તે પરિણામો માટે તમામ એક્ઝિટ પોલ નિષ્ફળ ગયા. કારણ કે આખરે તો લોકો જ નક્કી કરે છે કે કોણ સત્તામાં આવશે.

પીએમ મોદીનો કોઇ વિકલ્પ નહી- અજિત પવાર

તેઓએ વધુમાં જણાવ્યું કે રાષ્ટ્રીય સ્તરે પીએમ મોદીનો કોઇ વિકલ્પ નથી. તેમના નેતૃત્વમાં આપણા દેશની વિશ્વભરમાં ઓળખ થઈ રહી છે. આ સિવાય તેમણે સામાન્ય લોકો માટે કામ કર્યું અને લોકો માટે વિવિધ યોજનાઓ લાવીને બધાને ન્યાય આપ્યો છે. તેમજ યુવાનોને આગળ લાવી રહ્યા છે.

નવા વર્ષની શુભકામના- અજિત પવાર

મહત્વનું છે કે આજે બાબાસાહેબ આંબેડકરના અનુયાયીઓ ભીમા કોરેગાંવ યુદ્ધની 206મી વર્ષગાંઠને લઇને પુણે જિલ્લાના કોરેગાંવ ભીમામાં વિજય સ્તંભમાં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. જેને લઇને ડે.સીએમ અજીત પવારે જણાવ્યું કે દર વર્ષે આ પ્રસંગે અહીં વિશાળ જનમેદની એકઠી થાય છે. આથી અમારી સરકાર અને વહીવટી તંત્રએ આ પ્રસંગને સુચારૂ રીતે ચલાવવા માટે તમામ વ્યવસ્થા કરી છે. સાથે જ તેમણે નવા વર્ષની શુભકામનાઓ પણ પાઠવી હતી.


  • Follow us on: