• અતીક અહેમદે સુરક્ષા માટે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી
  • આતિક અહેમદ હાલ ગુજરાતની સાબરમતી જેલમાં બંધ છે
  • યોગી સરકાર તેને યુપીની જેલમાં લાવવાની તૈયારી કરી રહી છે

ગુજરાતની સાબરમતી જેલમાં બંધ બાહુબલી અતીક અહેમદ ઉત્તર પ્રદેશ આવવા માંગતો નથી. તેણે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને પોતાની સુરક્ષાની માગણી કરી છે. એન્કાઉન્ટરનો ડર તેને પરેશાન કરી રહ્યો છે. એવી ચર્ચા હતી કે યોગી સરકાર પ્રયાગરાજના ઉમેશ પાલ હત્યા કેસને લઈને અતીક અહેમદને યુપી જેલમાં લાવવાની તૈયારી કરી રહી છે. બુધવારે અતીકના ખાસ જાવેદ અહેમદનું આલીશાન ઘર બુલડોઝર વડે તોડી પાડવામાં આવ્યું હતું. આ ઘર ત્રણ કરોડનું કહેવાય છે.

ઉમેશ પાલની હત્યા બાદ તમામ આરોપીઓ જાવેદ અહેમદના ઘરે જ આવ્યા હતા. અતીક અહેમદની પત્ની શાઇસ્તા પરવીન અહીં બધાને મળી હતી. અતીક અહેમદ 18 વર્ષ પહેલા પ્રયાગરાજમાં બસપાના પૂર્વ ધારાસભ્ય રાજુ પાલની હત્યાના મામલામાં ગુજરાતની જેલમાં બંધ છે. રાજુ પાલ આ કેસમાં મહત્વનો સાક્ષી હતો. ગયા અઠવાડિયે, રાજુ પાલની જેમજ ઉમેશ પાલ પર પણ હુમલાખોરોએ ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં ઉમેશ પાલનો એક ગનર પણ માર્યો ગયો હતો.

એન્કાઉન્ટરમાં એક શૂટર માર્યો ગયો હતો

ઉમેશ પાલની હત્યા સંબંધિત કેટલાક સીસીટીવી ફૂટેજ વાયરલ થયા હતા. જેમાં સાત હુમલાખોરોની ઓળખ થઈ હતી. જેમાંથી શૂટર અરબાઝ એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. અતીક અહેમદના પુત્ર અસદ, બોમ્બર ગુડ્ડુ મુસ્લિમ, ગુલામ, અરમાન, સાબીર અને શાહરૂખ ઉર્ફે પિન્ટુની શોધમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ સિવાય ઘટના સમયે શૂટરોની ક્રેટા કાર ચલાવનાર સદાકત ખાન પકડાઈ ગયો છે.

જાવેદ અહેમદના ઘરેથી વિદેશી રાઈફલ અને તલવાર મળી

જાવેદ અહેમદના ઘરમાંથી તલાશી દરમિયાન પોલીસને વિદેશી રાઈફલ અને તલવારો મળી આવી હતી. આ સિવાય ઘણા પોસ્ટર અને બેનર પણ મળી આવ્યા છે. આ પોસ્ટરમાં અતીકની પત્ની શાઇસ્તા પરવીનને મેયર બનાવવાના સ્લોગન લખવામાં આવ્યા છે. દરમિયાન ભાજપના સાંસદ સુબ્રત પાઠકે કહ્યંે છે કે ઉમેશ પાલ હત્યા કેસના આરોપીનું વાહન પલટી જાય તો નવાઈ નહીં. એસપીએ ગુનેગારોને સુરક્ષા આપી છે. સપા સરકારમાં જ અતીક અહેમદને સમર્થન મળ્યું હતું.


  • Follow us on: