નવી દિલ્હીના નવા સીએમ તરીકે આતિશી માર્લેનાના નામની જાહેરાત કરવામાં આવી છે. અરવિંદ કેજરીવાલ સીએમ પદ પરથી રાજીનામુ આપવાના છે. જે બાદ હવે દિલ્હીની કમાન સંભાળશે આતિશી. ત્યારે આતિશી દિલ્હીના મહિલા મુખ્યમંત્રી ત્રીજા હશે. તેઓ કેજરીવાલની કેબિનેટમાં સૌથી મજબૂત મંત્રી છે. તેમને કેજરીવાલના સહયોગી અને વિશ્વાસુ માનવામાં આવે છે. ત્યારે નવા સીએમ આતિશીની નેટવર્થ કેટલી છે તે વિશે વાત કરીએ.


નથી પોતાનું ઘર કે જમીન

નેશનલ ઇલેક્શન વોચ સાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર આતિશી માર્લેના પાસે માત્ર 20,000 રૂપિયા રોકડા છે. જ્યારે બેંકો અને અન્ય નાણાકીય કંપનીઓમાં 1.41 કરોડથી વધુની ડિપોઝીટ છે. જોકે આમાં તેના પતિની આવકનો પણ સમાવેશ થાય છે. આતિશી પાસે 1 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે, પરંતુ તેની પાસે ન તો પોતાનું ઘર છે કે ન તો તેના નામે કોઈ જમીન છે.

કરોડો રૂપિયા છે ખાતામાં

તેમની સંપત્તિ વિશે વાત કરીએ તો ચૂંટણી એફિડેવિટ અનુસાર તેમની પાસે 1.41 કરોડ રૂપિયાની સંપત્તિ છે. તેમની પર કોઇ જવાબદારી નથી. 2020ની દિલ્હી વિધાનસભા ચૂંટણી દરમિયાન ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરવામાં આવેલી તેમની સંપત્તિની વિગતો અનુસાર તેમની પાસે લગભગ 30,000 રૂપિયા રોકડ છે, જ્યારે કુલ બેંક ડિપોઝિટ અને FD 1.22 કરોડ રૂપિયા છે. દિલ્હીના નવા સીએમ આતિશીની મોટાભાગની સંપત્તિ તેમના બેંક ખાતા અને ફિક્સ ડિપોઝિટમાં છે. કરોડપતિ હોવા છતાં તેમણે સ્ટોક માર્કેટ કે બોન્ડ માર્કેટમાં કોઈ રોકાણ કર્યું નથી. જો કે તેમની પાસે એલઆઈસીનો પ્લાન છે અને 5 લાખ રૂપિયાની LIC હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસી છે.


  • Follow us on: