કેનેડામાં હિન્દુ મંદિર પર હુમલા મુદ્દે PM મોદીએ પોસ્ટ કરી છે. મંદિર પર હુમલાની ઘટનાને PM મોદીએ વખોડી છે અને કહ્યું કે હિન્દુ મંદિરો પર હુમલાએ કાયરતાપૂર્ણ ઘટના છે, કેનેડાની સરકાર પાસે કાયદો અને વ્યવસ્થાની માગ કરી છે અને કેનેડા સરકાર તાત્કાલિક એકશન લેવાની પણ માગ કરી છે.


કેનેડામાં હિન્દુ મંદિર પર હુમલા મુદ્દે PM મોદીની પોસ્ટ

ભારત અને કેનેડા વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. પીએમ મોદીએ કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલાની નિંદા કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરીને લખ્યું કે, "હું કેનેડામાં હિન્દુ મંદિર પર ઇરાદાપૂર્વકના હુમલાની સખત નિંદા કરું છું. અમારા રાજદ્વારીઓને ડરાવવાના કાયર પ્રયાસો પણ એટલા જ ભયાનક છે. હિંસાના આવા કૃત્યો ભારતના સંકલ્પને ક્યારેય કમજોર નહીં કરી શકે. અમે અપેક્ષા રાખીએ છીએ કે કેનેડા સરકાર ન્યાય સુનિશ્ચિત કરે અને કાયદાના શાસનને જાળવી રાખે." 

વિદેશ મંત્રાલયે હિંસાની કરી નિંદા

કેનેડાના બ્રેમ્પટનમાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, અમે ગઈકાલે ઓન્ટારિયોના બ્રેમ્પટનમાં હિન્દુ સભા મંદિરમાં ઉગ્રવાદીઓ અને અલગતાવાદીઓ દ્વારા કરવામાં આવેલી હિંસાની નિંદા કરીએ છીએ. અમે કેનેડા સરકારને વિનંતી કરીએ છીએ કે તમામ પૂજા સ્થાનો આવા હુમલાઓથી સુરક્ષિત રહે તે સુનિશ્ચિત કરે.

કેનેડામાં ભારતીયોની સુરક્ષા અંગે ચિંતિતઃ વિદેશ મંત્રાલય

તેમણે કહ્યું કે, અમને એ પણ આશા છે કે હિંસામાં સામેલ લોકો પર કાર્યવાહી કરવામાં આવશે. અમે કેનેડામાં ભારતીય નાગરિકોની સુરક્ષાને લઈને ખૂબ જ ચિંતિત છીએ. ભારતીયો અને કેનેડિયન નાગરિકોને સમાન રીતે સેવાઓ પૂરી પાડવા માટે અમારા કોન્સ્યુલર અધિકારીઓની ઍક્સેસ ધાકધમકી, ઉત્પીડન અને હિંસા દ્વારા અવરોધાશે નહીં.

ખાલિસ્તાની સમર્થકોએ હુમલો કર્યો

ઉલ્લેખનીય છે કે, રવિવારે ખાલિસ્તાની સમર્થકોએ બ્રેમ્પટનમાં હિન્દુ મંદિરમાં શ્રદ્ધાળુઓના સમૂહને નિશાન બનાવ્યું હતું. જો કે, આ ઘટના બાદ કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ કહ્યું હતું કે, મંદિરમાં હિંસાની ઘટનાઓ અસ્વીકાર્ય છે. દરેક કેનેડિયનને સ્વતંત્ર રીતે અને સુરક્ષિત રીતે તેના ધર્મનું પાલન કરવાનો અધિકાર છે.

ખાલિસ્તાની સમર્થકોએ હુમલો કર્યો

ઉલ્લેખનીય છે કે, રવિવારે ખાલિસ્તાની સમર્થકોએ બ્રેમ્પટનમાં હિન્દુ મંદિરમાં શ્રદ્ધાળુઓના સમૂહને નિશાન બનાવ્યું હતું. જો કે, આ ઘટના બાદ કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ કહ્યું હતું કે, મંદિરમાં હિંસાની ઘટનાઓ અસ્વીકાર્ય છે. દરેક કેનેડિયનને સ્વતંત્ર રીતે અને સુરક્ષિત રીતે તેના ધર્મનું પાલન કરવાનો અધિકાર છે.

કેનેડામાં 'બટેંગે તો કટેંગે'ના નારા લાગ્યા

કેનેડામાં ખાલિસ્તાની સમર્થકોની હિંમત સતત વધી રહી છે. તેઓ ખુલ્લેઆમ વિરોધ કરી રહ્યા છે અને ભારત વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. તેઓ હિન્દુઓ અને મંદિરો પર પણ હુમલા કરી રહ્યા છે. આ દરમિયાન હિન્દુઓમાં એકતાના પ્રયાસો પણ તેજ થયા છે. અહીં કેનેડામાં હિન્દુઓએ 'બટેંગે તો કટેંગે'ના નારા લગાવ્યા છે અને એકતા બતાવવા અપીલ કરી છે.

  • Follow us on: