•  અવધેશ રાય હત્યાકેસમાં મુખ્તાર અંસારી દોષી
  • આ નિર્ણય 32 વર્ષ બાદ આવ્યો છે
  • વારાણસીની સાંસદ-ધારાસભ્ય કોર્ટે મુખ્તાર અન્સારીને લઇ આપ્યો ચુકાદો

વારાણસીની સાંસદ-ધારાસભ્ય કોર્ટે મુખ્તાર અન્સારી સાથે જોડાયેલા 32 વર્ષ જૂના કેસમાં સોમવારે પોતાનો ચુકાદો આપ્યો છે. સોમવારે ચુકાદો આપતા વારાણસી કોર્ટે મુખ્તાર અંસારીને દોષિત જાહેર કર્યો છે. વારાણસીના ચેતગંજમાં 31 વર્ષ પહેલા થયેલા કોંગ્રેસ નેતા અવધેશ રાયની હત્યાના કેસમાં વારાણસીના MP MLA કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. બાહુબલી મુખ્તાર અંસારીને કોર્ટે દોષિત જાહેર કર્યો છે. 3 ઓગસ્ટ, 1991ના રોજ વારાણસીના લહુરાબીર વિસ્તારમાં રહેતા કોંગ્રેસ નેતા અવધેશ રાયની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસની ચાર્જશીટ, લાંબી ઉલટતપાસ અને જુબાની બાદ કોર્ટે આ ચુકાદો આપ્યો હતો.

આ કેસથી બચવા માટે મુખ્તાર અંસારીએ કોર્ટમાંથી કેસ ડાયરી ગાયબ કરાવી હતી. અવધેશ રાયના ભાઈ અને પૂર્વ ધારાસભ્ય અજય રાયે આ મામલામાં મુખ્તાર અંસારી સાથે પૂર્વ ધારાસભ્યો અબ્દુલ કલામ, ભીમ સિંહ, કમલેશ સિંહ અને રાકેશ શ્રીવાસ્તવ ઉર્ફે રાકેશ જ્યુડિશિયલ વિરુદ્ધ વારાણસીના ચેતગંજ પોલીસ સ્ટેશનમાં ક્રાઈમ નંબર 229/91 પર FIR નોંધાવી હતી.

બે આરોપીઓના મોત થયા છે

મુખ્તાર અંસારી હાલમાં બાંદા જેલમાં અને ભીમ સિંહ ગાઝીપુર જેલમાં બંધ છે. આ હત્યા કેસમાં નામાંકિત આરોપી કમલેશ સિંહ અને પૂર્વ ધારાસભ્ય અબ્દુલ કલામનું મોત થયું છે. બીજી તરફ, પાંચમા આરોપી રાકેશે આ કેસમાં તેની ફાઇલ અલગ કરી દીધી હતી, જેની સુનાવણી પ્રયાગરાજ સેશન્સ કોર્ટમાં ચાલી રહી છે. છેલ્લા 9 મહિનામાં મુખ્તાર અંસારીને અન્ય ચાર કેસમાં સજા સંભળાવવામાં આવી છે.

  • Follow us on: