- મુખ્તાર અંસારી ગેંગસ્ટર કેસમાં ગાજીપુર MP-MLA કોર્ટનો ચુકાદો
- મુખ્તારના ભાઇ અને બસપાના સાંસદ અફઝલ અંસારી પર કોર્ટનો નિર્ણય આવ્યો
- યુપીના કૃષ્ણાનંદ રાય હત્યા કેસમાં આવ્યો ચુકાદો
મુખ્તાર અંસારીને ગાઝીપુરની સાંસદ-ધારાસભ્ય કોર્ટે ગેંગસ્ટર કેસમાં દોષિત જાહેર કર્યો છે. કોર્ટે તેને 10 વર્ષની સજા ફટકારી છે. કોર્ટે તેના પર 5 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. બીજી તરફ મુખ્તારના ભાઈ અને બસપાના સાંસદ અફઝલ અન્સારીને દોષિત જાહેર કર્યો અને 4 વર્ષની સજા સંભળાવામાં આવી. યુપીના કૃષ્ણાનંદ રાય હત્યા કેસ અને બિઝનેસમેન નંદકિશોર રૂંગટાના અપહરણ બાદ મુખ્તાર અને અફઝલ વિરુદ્ધ ગેંગસ્ટર એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં અફઝલ અંસારી, તેના ભાઈ માફિયા ડોન મુખ્તાર અંસારી અને સાળા એજાઝુલ હક વિરુદ્ધ 2007માં ગેંગસ્ટર એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. એજાઝુલ હકનું નિધન થઇ ચૂકયું છે. આ કેસની સુનાવણી 1 એપ્રિલના રોજ પૂર્ણ થઈ હતી. પહેલા આ મામલે નિર્ણય 15 એપ્રિલે આવવાનો હતો, પરંતુ બાદમાં તારીખ લંબાવીને 29 એપ્રિલ કરવામાં આવી હતી. આ કેસમાં ગાઝીપુરના સાંસદ-ધારાસભ્ય કોર્ટમાં વર્ષ 2012માં સુનાવણી શરૂ થઈ હતી.
રાયના કાફલા પર 500 રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો હતો
29 નવેમ્બર, 2005ના રોજ ગાઝીપુરમાં મોહમ્મદબાદના તત્કાલિન ભાજપના ધારાસભ્ય કૃષ્ણાનંદ રાય સહિત કુલ 7 લોકોને ગોળીઓથી ધકેલી દેવામાં આવ્યા હતા. ચૂંટણીની અદાવતના કારણે આ હત્યા કરવામાં આવી હતી. આ હત્યા કેસમાં મુખ્તાર અંસારી અને અફઝલને આરોપી બનાવવામાં આવ્યો હતો. હકીકતમાં 2002 માં કૃષ્ણાનંદ રાયે અંસારી ભાઈઓના પ્રભુત્વવાળી મોહમ્મદબાદ વિધાનસભા બેઠક પર અફઝલ અંસારીને હરાવીને જીત મેળવી હતી.
ભંવરકોલ બ્લોકના સિયાદી ગામમાં આયોજિત સ્થાનિક ક્રિકેટ ટુર્નામેન્ટમાં મુખ્ય અતિથિ તરીકે કૃષ્ણાનંદ રાયને આમંત્રિત કરવામાં આવ્યા ત્યારે તેમની હત્યા કરવામાં આવી હતી. જ્યારે તે મેચનું ઉદ્ઘાટન કરીને પાછા આવી રહ્યા હતા ત્યારે બાસનિયા ચટ્ટી પાસે ઘૂસી આવેલા હુમલાખોરોએ કૃષ્ણાનંદ રાયના કાફલા પર AK-47ના 500 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
કોર્ટે બાંદા જેલમાં બંધ મુખ્તાર અંસારીને દસ વર્ષની જેલની સજા સંભળાવી દીધી છે. જો અફઝાલ અંસારીને પણ આટલી સજા મળશે તો તેની લોકસભા સદસ્યતા જવાનું નક્કી છે. તે ગાજીપુરથી બસપા સાંસદ છે. બે વર્ષથી વધુની સજા થવા પર જનપ્રતિનિધિ કાયદા અંતર્ગત ગૃહની સદસ્યતા જતી રહે છે.
અપહરણ બાદ 5 કરોડની ખંડણી માંગવામાં આવી હતી
જાન્યુઆરી 1997માં કોલસાના વેપારી અને વીએચપીના ખજાનચી નંદકિશોર રૂંગટાનું તેમના ઘરેથી અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેમની હત્યા કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ રૂંગટાના પરિવાર પાસેથી 5 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. પરિવારે દોઢ કરોડ પણ આપ્યા હતા પરંતુ બાદમાં રૂંગટાની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં મુખ્તાર અંસારી આરોપી હતા. આ કેસમાં તેની સામે ગેંગસ્ટર એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.