• ગાઝીપુરની MP MLA કોર્ટે ગેંગસ્ટર કેસમાં અંસારીને દોષિત ગણાવતા
  • મુખ્તાર અંસારીને 10 વર્ષની જેલ અને 5 લાખ રૂપિયાનો દંડ
  • કોર્ટમાં સુનાવણી પહેલા ભાજપના ધારાસભ્ય કૃષ્ણાનંદ રાયના પત્નીનું નિવેદન આવ્યું હતુ

ગેંગસ્ટર કેસમાં ગાઝીપુરની MP-MLA કોર્ટે આજે ગેંગસ્ટર કેસમાં મુખ્તાર અંસારીને દોષિત ગણાવ્યા છે. ગાઝીપુરની MP MLA કોર્ટે ગેંગસ્ટર કેસમાં જેલમાં બંધ માફિયા મુખ્તાર અંસારીને દોષિત ગણાવતા 10 વર્ષની જેલ અને 5 લાખ રૂપિયાના દંડની સજા ફટકારી છે. ગાઝીપુરના સાંસદ અફઝલ અંસારીને દોષિત જાહેર કરાયા છે. કોર્ટમાં સુનાવણી પહેલા ભાજપના ધારાસભ્ય કૃષ્ણાનંદ રાયની પત્ની અલકા રાયે કહ્યું કે હું ન્યાયતંત્રમાં વિશ્વાસ રાખું છું. ગુંડાઓ, માફિયાઓનું શાસન ખતમ થઈ ગયું છે. જેલમાં જ રહેશે, નહીં તો ઉપર જશે.

2005માં ગાઝીપુરમાં ભાજપના ધારાસભ્ય કૃષ્ણાનંદ રાયની હત્યા કરવામાં આવી હતી. વર્ષ 2007માં મુખ્તાર અને અફઝલ અંસારી વિરુદ્ધ ગેંગસ્ટર એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં 2005માં કૃષ્ણાનંદ રાયની હત્યા અને નંદ કિશોર રૂંગટા અપહરણ કેસને આધાર બનાવવામાં આવ્યો હતો. આજે ગાઝીપુરની MP-MLA કોર્ટ ચુકાદો સંભળાવી શકે છે.

જો MP-MLA કોર્ટ અફઝલ અંસારીને બે વર્ષથી વધુની સજા સંભળાવતા સંસદ સભ્યપદ ખતમ જવાનું નક્કી છે. અગાઉ સુનાવણી 15 એપ્રિલે થવાની હતી પરંતુ પ્રિસાઇડિંગ ઓફિસર ના હોવાના લીધે સુનાવણી થઈ શકી ન હતી અને સુનાવણી આગળ વધી હતી.

  • Follow us on: