• સીએમ યોગી આદિત્યનાથ બે દિવસ અયોધ્યાના પ્રવાસે
  • હનુમાન ગઢી અને રામલલ્લાના કર્યા દર્શન
  • કાયદો-વ્યવસ્થાની સ્થિતિની કરી સમીક્ષા

યુપી સીએમ યોગી આદિત્યનાથ આજે અયોધ્યા પહોંચ્યા હતા. અયોધ્યામાં ચાલી રહેલા વિકાસના કાર્યોની સમીક્ષા કરવા પહોંચ્યા હતા. બીજેપી કાર્યકરો અને આગેવાનો દ્વારા તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. અયોધ્યા પહોંચ્યા બાદ સીધા જ તેઓ હનુમાન ગઢી મંદિરે પહોંચ્યા હતા. દર્શન અને પૂજા કર્યા બાદ અયોધ્યાવાસીઓ અને ભક્તોનું અભિવાદન કર્યુ હતું.

હનુમાન ગઢીમાં કરી પૂજા

હનુમાનગઢી મંદિરમાં પૂજા કર્યા બાદ સીએમ યોગી સીધા જ શ્રી રામ જન્મભૂમિ મંદિર પહોંચ્યા અને પૂજા કરી. અહીં તેમણે શ્રી રામલલાના દર્શન કર્યા હતા અને તેમના દરબારમાં હાજરી આપી હતી. પ્રભુ શ્રી રામના ચરણોમાં માથું નમાવ્યું હતું. અયોધ્યામાં ભગવાન શ્રી રામલલાના દર્શન અને પૂજા પૂર્ણ કર્યા બાદ સીએમ યોગીએ શ્રી ભગવાન રામના ચરણોમાં પડીને તેમને વંદન કર્યા હતા.

પ્રભૂના ચરણોમાં ઝૂકાવ્યુ શિશ

આ પહેલા સીએમ યોગી આદિત્યનાથ લોકસભા ચૂંટણી 2024 દરમિયાન અયોધ્યા પહોંચ્યા હતા, આ દરમિયાન પણ તેમણે ભગવાન શ્રી રામલલાના દર્શન કર્યા હતા અને તેમની પૂજા કરી હતી. તેઓ હનુમાનગઢી મંદિરે પણ પહોંચ્યા અને પ્રાર્થના કરી. હવે ફરી એકવાર સીએમ યોગી લોકસભા ચૂંટણી બાદ આજે એટલે કે 6 ઓગસ્ટે ધર્મનગરી પહોંચ્યા છે.


કાયદો-વ્યવસ્થાની કરી સમીક્ષા

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યા જિલ્લાના વિકાસ કાર્યોની સમીક્ષા કરી. અહીં તેમણે અધિકારી સાથે બેઠક યોજી જિલ્લાના વિકાસ કામોની ચર્ચા કરી હતી. પૂજા કર્યા બાદ સીએમ યોગીએ કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. આ દરમિયાન ભાદરસામાં સપા નેતા મોઈદ ખાન અને અન્યોની ગેરકાયદેસર મિલકતો વિશે પણ માહિતી આપવામાં આવી હતી.

આરોપીની સંપત્તિ પર ફેરવ્ય હતું બુલ્ડોઝર

ઉલ્લેખનીય છે કે અયોધ્યાના ભાદરસામાં 12 વર્ષની બાળકી પર સામૂહિક બળાત્કાર થયો હતો. આમાં મુખ્ય આરોપી સપા નેતા મોઇદ ખાન છે, જેના વિશે સીએમ યોગીએ ગૃહની અંદર વાત કરી હતી, ત્યારબાદ સીએમ યોગીની ગેરકાયદેસર સંપત્તિ પર પણ બુલડોઝર ચલાવ્યું હતું, હાલમાં પીડિતને સારી સારવાર માટે લખનઉ રિફર કરવામાં આવી છે.


  • Follow us on: