- રામ મંદિરમાં પાણી ટપકવાને લઈને સત્તાવાર નિવેદન
- મંદિર કમિટીના ચેરમેન નૃપેન્દ્ર મિશ્રાએ કર્યો ખુલાસો
- ગર્ભગૃહમાં કોઇ પણ લીકેજ થયું નથી: નૃપેન્દ્ર મિશ્રા
વરસાદી માહોલમાં અયોધ્યા રામ મંદિરની છત પરથી પાણી ટપકવાના મુદ્દે છેલ્લા ઘણા દિવસોથી હોબાળો ચાલી રહ્યો હતો. સોશિયલ મીડિયા સહિત ઘણી જગ્યાએ રામ મંદિર નિર્માણની ગુણવત્તા પર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાયે પોતે આગળ આવીને આ મામલે સત્તાવાર નિવેદન આપ્યું છે. તેણે મંદિરની છત પરથી પાણી ટપકવાના કારણ સહિત અન્ય ઘણી મહત્વની માહિતીનો ખુલાસો કર્યો છે. આવો જાણીએ શું છે આ મામલાની સંપૂર્ણ સત્યતા.
- જે ગર્ભગૃહમાં ભગવાન રામલલા બિરાજમાન છે, તેની છત પરથી પાણીનું એક પણ ટીપું ટપક્યું નથી કે ક્યાંયથી ગર્ભગૃહમાં પાણી પ્રવેશ્યું નથી.













