સલમાન ખાનના મિત્ર અને એનસીપી નેતા બાબા સિદ્દીકીના હત્યા બાદ સલમાન ખાનની સિક્યુરિટી કડક કરી દેવામાં આવી છે. તેના ઘર અને ફાર્મ હાઉસ ખાતે પોલીસ જવાનો તૈનાત છે જ પરંતુ હવે તેની સિક્યુરીટીમાં ફેરફાર કરવામાં આવ્યો છે. લોરેન્સ બિશ્નોઇ ગેંગનો આ હત્યાકાંડમાં હાથ હોવાનો ખુલાસો થયો છે. ત્યારે સલમાન ખાનને વાય પ્લસ સિક્યુરિટી પ્રોટેક્શન આપવામાં આવ્યું છે.
સલમાન ખાનની સુરક્ષામાં કરાયો ફેરફાર
- મળતી માહિતી મુજબ સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટ અને બેન્ડસ્ટેન્ડ પાસે 50 થી 60 પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. આ તમામ ત્યાં સામાન્ય કપડામાં હાજર રહેશે. આ તમામ સલમાન ખાનના ઘરની આસપાસ બનતી શંકાસ્પદ ઘટનાઓ અને હિલચાલ પર 24 કલાક નજર રાખશે.
- આ સિવાય મુંબઈ પોલીસે AI સાથે હાઈ રિઝોલ્યુશન સીસીટીવી કેમેરા પણ લગાવ્યા છે. આ કેમેરામાં ફેસ રેકગ્નિશન ફીચર છે, જેનો અર્થ છે કે તે રેકોર્ડિંગ કરનાર વ્યક્તિના ચહેરાને ઓળખી શકે છે. જો કોઈનો ચહેરો આ કેમેરામાં ત્રણ વખત કેદ થશે તો તે એલર્ટ મોકલશે. આનાથી ખબર પડશે કે સલમાનના ઘરની આસપાસ કોણ રેકી કરી રહ્યું છે.
- આવી સ્થિતિમાં સ્થળ પર તૈનાત પોલીસ વ્યક્તિની તપાસ કરશે અને જો કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જોવા મળશે, તો તેઓ તેને પણ પકડી લેશે. આ કેમેરા પણ 24 કલાક કામ કરશે.
આ રીતે કરાશે સુરક્ષા
- સલમાન ખાનના બિલ્ડિંગની બહાર ચાર સ્થળોએ અલગ-અલગ ચેકપોઇન્ટ બનાવવામાં આવ્યા છે. બિલ્ડિંગની અંદર પણ એક છે. એમ્ફીથિયેટરમાં પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.
- ગેટથી થોડાક મીટર દૂર ગેટની અંદર પોલીસ પણ તૈનાત છે. છ યુનિફોર્મધારી પોલીસ અધિકારીઓ અને મહિલા પોલીસ ત્યાં તૈનાત છે.
- એક પોલીસ વાન અને બે પોલીસ જીપ પણ હાજર છે જે કંઇ પણ માહિતી હશે તેને બાંદ્રા પોલીસ, પ્રોટેક્શન બ્રાન્ડ અને કમાન્ડ સેન્ટરને જાણ કરશે.
- બિલ્ડિંગમાં આવનાર દરેક વ્યક્તિનો રેકોર્ડ પણ રાખવામાં આવી રહ્યો છે.
- દરેકના દસ્તાવેજોની તપાસ કરવામાં આવી રહી છે. કોઈ બહારના વ્યક્તિને અંદર પ્રવેશ આપવામાં આવતો નથી.
- ચાહકોને ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર એકઠા થવાની મંજૂરી નથી.
વાય પ્લસ સિક્યુરીટી કેવી રીતે કરે છે કામ
- સલમાન ખાનને સરકાર દ્વારા Y પ્લસ કેટેગરીમાં સુરક્ષા કવચ આપવામાં આવ્યું છે.
- 8 થી 10 પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે. જેમાંથી 4-5 પોલીસકર્મીઓ પ્રશિક્ષિત કમાન્ડો છે. એક અધિકારી અને અન્ય પોલીસકર્મીઓ છે.
- કેટલાક પોલીસકર્મીઓ સલમાન ખાન સાથે તેની કારમાં મુસાફરી કરે છે. તેમજ અન્ય લોકો પણ પોલીસની કારમાં સલમાનની કાર સાથે જાય છે.
- જ્યારે સલમાન ખાન કામ માટે બીજા શહેરમાં જાય છે ત્યારે તે સ્થળની પોલીસને અગાઉથી જાણ કરવામાં આવે છે.
- પોલીસ ત્યાં જઇને તે સ્થળને સુરક્ષિત કરે છે, અને તે શહેરની પોલીસ પણ અભિનેતાની સુરક્ષા માટે જ્યાં સુધી તે શહેર છોડે નહીં ત્યાં સુધી તેની સાથે તૈનાત રહે છે.
- જ્યારે પણ સલમાન ખાન ઘરે હોય છે ત્યારે વાય પ્લસ સિક્યુરિટી ટીમના પોલીસકર્મીઓ તેના ઘરના ગેટ, પ્રવેશ પર તૈનાત હોય છે.
સલમાન ખાનની છે પર્સનલ સિક્યુરીટી
મહત્વનું છે કે સલમાન ખાનની પર્સનલ સિક્યુરિટી પણ છે. જ્યારે પણ તે બહાર જાય છે ત્યારે બોડીગાર્ડ શેરા અને તેની ટીમના 5 થી 6 પ્રાઈવેટ સિક્યોરિટી ગાર્ડ પણ તેની સાથે હોય છે. શેરા પોતાની સુરક્ષા કંપની ચલાવે છે. ગેલેક્સી એપાર્ટમેન્ટની સાથે સલમાન ખાનના પનવેલ ફાર્મહાઉસની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. ફાર્મહાઉસ રોડ પર પોલીસ અવારનવાર લોકોને રોકે છે અને ચેક કરે છે. સલમાનના સ્ટાફની મંજૂરી લીધા પછી જ તે વ્યક્તિને અંદર જવા દેવામાં આવે છે. ફાર્મહાઉસના વિસ્તારમાં સીસીટીવી પણ લગાવવામાં આવ્યા છે અને પોલીસ પણ આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી છે.













