• લોકસભાની ચૂંટણીમાં ભાજપે જાહેર કર્યા 195 ઉમેદવારો
  • પવનસિંહ બાદ ઉપેન્દ્રસિંહ રાવતે ટિકિટ પરત કરી
  • ટ્વિટર પર વાયરલ વીડિયોને લઇને ટિકિટ પરત હોવાનું આપ્યુ કારણ

BJPએ લોકસભાની ચૂંટણીને લઇને પ્રથમ યાદીમાં 195 ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. જેમાં પ.બંગાળના આસનસોલમાંથી ભોજપુરી સિંગર પવનસિંહે ટિકિટ પરત કરી દીધી છે. તે વચ્ચે હવે યુપીના બારાબંકીથી સાંસદ ઉપેન્દ્રસિંહ રાવતે પણ ભાજપની ટિકિટ પરત કરી દીધી છે.

ઉપેન્દ્રસિંહે રાવતે ટિકિટ પરત કરી

બીજેપી સાંસદ ઉપેન્દ્રસિંહ રાવતે ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેમણે કથિત અશ્લીલ વીડિયો વાયરલ થતા દાવેદારી પાછી ખેંચી લીધી હોવાનું જણાવ્યું છે. તેમણે લખ્યુ છે કે હું ત્યાં સુધી ચૂંટણી નહી લડુ જ્યાં સુધી હું નિર્દોષ સાબિત ન થઇ જાઉં. તેમણે કહ્યું કે મે આ મામલે ફરિયાદ નોંધાવી છે. તેમજ માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષજીને પણ આ અંગે તપાસ કરાવવા નિવેદન આપ્યુ છે.

ઉપેન્દ્રસિંહનો વાયરલ થયો છે વીડિયો

વાયરલ થઈ રહેલા વીડિયોને લઈને સાંસદ ઉપેન્દ્ર સિંહ રાવતે નિવેદન જાહેર કર્યું હતું. તેણે કહ્યું કે આ મારો વીડિયો નથી. આ એક ફેક વીડિયો છે, જે AI મેથડ પર બનાવવામાં આવ્યો છે. તેમાં મારો ચહેરો મુકવામાં આવ્યો છે. આ તમામ 2022 અને 2023ના વીડિયો છે. મને બદનામ કરવા માટે આવું કરવામાં આવ્યું છે. આના દ્વારા તેમની ઇમેજ ખરાબ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મેં કેસ દાખલ કર્યો છે. ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા પર અશ્લીલ વીડિયો વાયરલ થયો છે. વીડિયો અંગે દાવો કરવામાં આવ્યો હતો કે આ વીડિયો બીજેપી સાંસદ ઉપેન્દ્ર સિંહ રાવતનો છે. આ કથિત અશ્લીલ વીડિયોમાં એક વિદેશી મહિલા જોવા મળી રહી છે. 

  • Follow us on: