ભારતે પાકિસ્તાન સામે Operation Sindoor હાથ ધાર્યા પહેલા અગાઉ એક વખત સરહદી સહિતના વિસ્તારોમાં મોક ડ્રિલ યોજાઇ હતી. હવે ફરીથી સરહદી રાજ્યો ખાસ કરીને ગુજરાત, પંજાબ, રાજસ્થાન અને જમ્મુ અને કાશ્મીરમાં 29 મી મેના ગુરુવારે મોકડ્રીલ યોજાઇ રહી છે. તેના માટે કેટલાક નિયમો હોય છે, જે સંબધિત તંત્ર અમલ કરવી શકે છે. 


ઓપરેશન સિંદૂર જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો હતો. લોકોને ખબર પડે કે કોઈપણ કટોકટીની પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવો એ અનુસંધાને ભારત સરકારે 7 મેના દેશના 244 જિલ્લાઓમાં નાગરિક સંરક્ષણ મોક ડ્રીલ યોજી હતી. હવે ઓપરશન સિંદૂર બાદ વધુ એક વખત 29 મી મેના સરહદી રાજ્યોમાં મોકડ્રીલ યોજાશે.

  1. સૂચનાઓનું પાલન જરૂરી : સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ દળો દ્વારા અગાઉથી અપાયેલી સૂચનાઓનું પાલન કરવાનું રહેશે. ખાસ કરીને ઘરમાં બાળકો અને વડીલોનું ખાસ રાખવું જોઈએ, ઘરમાં રહેવા જોઈએ.
  2. વાહનોની અવરજવર બંધ રહેશે : સરહદી રાજ્યોના શહેરના કેટલાક વિસ્તારોમાં વાહનોની અવરજવર બંધ રહી શકે છે. તે સમય ઊપરાંત રાત્રે અને વહેલી સવારે રસ્તાઓ સંપૂર્ણપણે બંધ હશે.
  3. કારને રસ્તાની બાજુમાં પાર્ક કરવી પડશે : જો કોઈ નાગરિકો કાર ચલાવતા હશે તો વાહન બાજુ પર પાર્ક કરવું પડશે અને તેની લાઇટ બંધ કરવી પડશે. એટલે કે મોક ડ્રીલ દરમિયાન વાહન ચલાવી શકાશે નહીં.
  4. વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી નહીં : મોકડ્રીલના સમય દરમિયાન વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી બિલકુલ ન કરવી જોઈએ. સુરક્ષા એજન્સીઓની હિલચાલ અને કામગીરીનો કોઈપણ વિડિયો કે ફોટો લેવાથી મુશ્કેલી ઊભી થઈ શકે છે.
  5. જાહેર મેળાવડામાં સામેલ ન થવા અપીલ : દેશના સરહદી રાજ્યમાં મોકડ્રીલ ચાલી રહી હોય ત્યારે પરવાનગી વગર બહાર ન જવું જોઈએ અને જાહેર મેળાવડામાં સામેલ ન થવા અપીલ કરાઇ છે. કોઈ મહત્વનું કામ હોય વાહનને બદલે પગપાળા જવું જોઈએ.
  6. સોશિયલ મીડિયાનો કાળજીપૂર્વક ઉપયોગ : મોકડ્રિલ ચાલતી હોય એ દરમિયાન સોશિયલ મીડિયાનો કાળજીપૂર્વક ઉપયોગ કરવો જરૂરી છે. કોઈપણ સમાચાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પુષ્ટિ કર્યા વિના શેર કરવા જોઈએ નહીં. લોકોમાં ગભરાટ ફેલાય તેવી કોઈ માહિતી કે સમાચાર શેર કરવા જોઈએ નહીં.


  • Follow us on: