સિક્કિમ રાજ્યમાં પહોંચેલા પ્રવીસીઓએ 29 મી મેના વહેલી સવારે 6 વાગ્યા સુધી રાજધાની ગંગટોક છોડી દેવાના આદેશ કરાયા છે. 26 મીએ અચાનક કરાયેલા આદેશથી એક તબક્કે પર્યટકોમાં આશ્ચર્ય ફેલાયું હતું પણ હકીકત એ છે કે સિક્કિમ રાજ્ય દિવસ ઊજવાશે, 16મી મેના રાજ્યને 50 વર્ષ પૂરા થયા બદ્દ 29 મી એ થનારી ઊજવણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશેષ ઉપસ્થિત રહેવાના હોવાથી ચુસ્ત સુરક્ષાના ભાગરૂપે આ એડવાઇઝરી સાથે આદેશ કરાયો છે.
પર્યટન અને નાગરિક ઉડ્ડયન વિભાગ દ્વારા જારી કરાયેલી સૂચનાઓ મુજબ રાજધાની ગંગટોક અને તેની આસપાસ ટ્રાફિક અને કડક સુરક્ષા ઉપર ધ્યાન રાખવાનો હેતુ છે. સિક્કિમ રાજ્ય ૧૬ મે ૨૦૨૫ના રાજ્યના 50 ગૌરવશાળી વર્ષ પૂર્ણ કર્યા છે. આ પ્રસંગે, 29 મે ના વડાપ્રધાન મોદી પણ રાજ્યમાં હાજર રહેવાના હોવાથી સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવા માટે, પ્રવાસીઓને રાજધાની છોડી દેવાનું કહેવામાં આવ્યું છે.













