- બંગાળ પોલીસે નશાયુક્ત દવા સાથે રેલવે કર્મી ઝડપાયો
- 9.081 કિલો અફીણ સાથે એક વ્યક્તિની ધરપકડ
- આરોપી કુરિયર કંપની દ્વારા કરતો હતો કાળો કારોબાર
બંગાળ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સે ડ્રગ સ્મગલિંગ કેસમાં એક ગેંગનો પર્દાફાશ કરવા માટે છટકું ગોઠવીને 9.081 કિલો અફીણ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે. જેની બજાર કિંમત 90 લાખ રૂપિયાની આસપાસ છે. STF અધિકારીઓના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલ વ્યક્તિ, જેની ઓળખ રાજુ મંડલ તરીકે કરવામાં આવી છે, તે રેલ્વે ગ્રુપ-D નો કર્મચારી હોવાનું સામે આવ્યું છે, જે હાલમાં નૈહાટી સ્ટેશન પર તૈનાત છે.
આરોપી કુરિયર કંપની દ્વારા કારોબાર કરતો
STF અધિકારીઓ પાસેથી મળેલી માહિતી અનુસાર, રાજુ એક કુરિયર કંપની દ્વારા પૂર્વોત્તર રાજ્યોમાંથી પ્રતિબંધિત દવાઓના ગેરકાયદે વેપારમાં સામેલ હતો. છેલ્લા કેટલાક સમયથી તે ઉત્તર-પૂર્વના રાજ્યોમાંથી ડ્રગ્સનો વેપાર કરતો હતો. અમારી ટીમને ગઈકાલે કુરિયર કાઉન્ટર પરથી ડ્રગ્સના જથ્થા સાથે તેને પકડવામાં સફળતા મળી હતી. પહેલા તેણે ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે નિષ્ફળ ગયો.
અન્ય એક અધિકારીએ કહ્યું, તપાસ દરમિયાન, આ સાંઠગાંઠની તમામ સંભવિત કડીઓની તપાસ કરવામાં આવશે. ધરપકડ કરાયેલા આરોપીની સમગ્ર રેકેટનો પર્દાફાશ કરવા માટે પૂછપરછ કરવામાં આવી રહી છે. જેના પગલે, નાદિયા જિલ્લાના સ્થાનિક પોલીસ સ્ટેશનમાં માદક દ્રવ્યોને જપ્ત કરવામાં આવ્યા હતા. એક કેસ નેશનલ એન્ટી સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટની કેટલીક કલમો હેઠળ નોંધાયેલ છે.