રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની આઈપીએલ 2025માં મળેવી જીત બાદ બેંગલુરુમાં ભાગદોડ મચી ગઈ હતી. જીતનો જશ્ન મનાવવા પહોંચેલા લોકો એ વાતથી અજાણ હતા કેતેમની સાથે શું થવાનું છે. આ ઘટનાને લઈને પોલીસે મોટુ એક્શન લીધુ છે. પોલીસે આરસીબીના માર્કેટીંગ હેડ નિખિલ સોસલે સહિત ચાર લોકોની ધરપકડ કરી છે. માનવામાં આવી રહ્યું છે કે નિખિલ મુંબઈ ભાગવાની તૈયારીમાં હતો.
જશ્નને માતમમાં ફેરવવા માટે જવાબદાર કોણ? બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં જ્યારે એક તરફ ખેલાડીઓ 18 વર્ષ બાદ જીતનો જશ્ન મનાવી રહ્યા હતા, રાજકીય નેતાઓ તેમની ક્રેડિટ લઈ રહ્યા હતા, બેંગલુરુ પ્રશાસનને એવું લાગી રહ્યું હતુ કે અમે સુરક્ષા અને વ્યવસ્થામાં કોઈ કચાશ છોડી નથી અને આ જ સમયે સ્ટેડિયમની બહાર આ લોકો જીવન અને મૃત્યુ વચ્ચે ઝઝૂમી રહ્યા હતા. કેટલાક નસીબદાર લોકો હોસ્પિટલ પહોંચી ગયા, કેટલાકને લોકોની ભીડે કચડી નાખ્યા તો કેટલાક ત્યાં જ મોતને ઘાટ ઉતરી ગયા.













