RCBએ જ્યારે 18 વર્ષ પછી પહેલી વખત આઈપીએલની ટ્રોફી જીતી તો બેંગલુરુ શહેરમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. 4 જૂને ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ટીમ માટે ભવ્ય આયોજન રાખવામાં આવ્યું હતું. પરંતુ આ જશ્ન માતમમાં ફેરવાઈ ગયો. 


હજારો લોકો ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર જમા થઈ ગયા. તમામ RCBની જીતની ખુશી મનાવવા માંગતા હતા. ભીડ એટલી વધી ગઈ હતી કે સ્ટેડિયમની બહાર અફરા-તફરી મચી ગઈ હતી. જણાવવામાં આવ્યું કે ગેટ નંબર 7 પર મફતમાં પાસ વહેંચવામાં આવી રહ્યા છે. જેના કારણે હજારો લોકો તે તરફ દોડી ગયા. 

ભાગદોડમાં 11 લોકોના મોત થયા

સ્ટેડિયમનો રસ્તો સાંકડો હતો અને એાટલી મોટી ભીડને સાચવવા માટે યોગ્ય વ્યવસ્થા પણ નહોતી. લોકોએ જબરદસ્તી અંદર જવાની કોશિશ કરી તો નાસભાગ થઈ ગઈ. આ ઘટનામાં 11 લોકોના મોત થઈ ગયા અને 30 લોકો ઘાયલ થઈ ગયા. 

કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહી આ વાત

કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે આ આયોજન અચાનક થયુ અને ભીડનો અંદાજો લગાવવામાં આવ્યો નહોતો. સ્ટેડિયમની ક્ષમતા લગભગ 35,000 છે, પરંતુ 2 થી 3 લાખ લોકો ત્યાં ગયા હતા. ઉપમુખ્યમંત્રી ડીકે શિવકુમારે પણ માન્યુ કે ભીડ બેકાબૂ થઈ ગઈ હતી. પરંતુ કાર્યક્રમને જલ્દી પુરો કરી દેવામાં આવ્યો હતો. 

સરકારનું કહેવું હતું કે સન્માન સમારોહની યોજના અંતિમ સમયમાં બનાવવામાં આવી હતી અને ભીડનો અંદાજ ખૂબ ઓછો લગાવવામાં આવ્યો હતો. પરંતુ 3 જૂનની એક ચિઠ્ઠી આ દાવાને ખોટો સાબિત કરે છે. એક ન્યૂઝ ચેનલના રિપોર્ટ પ્રમાણે કર્ણાટક રાજ્ય ક્રિકેટ સંઘે પહેલેથી જ યોજના બનાવી હતી કે જો RCB આઈપીએલ જીતશે તો સન્માન સમારોહનું આયોજન કરવામાં આવશે અને તેના માટે પરમિશન માંગી હતી.  

DPARએ આ આયોજનની પરમિશન સાતે જોડાયેલી અરજી પોલીસ વિભાગને મોકલી દીધી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પોલીસ વિધાનસભામાં આ આયોજનની પરમિશન આપવાના પક્ષમાં નહોતી. RCBને કહેવામાં આવ્યું હતું કે બુધવારે કોઈ આયોજન ન કરે તેને રવિવાર સુધી ટાળી દે. પરંતુ ફ્રેન્ચાઈઝીની એવું કહેવું હતું કે ત્યાં સુધીમાં વિદેશી ખેલાડીઓ ભારત છોડી દેશે, જેથી તેઓ સન્માન સમારોહમાં ભાગ લઈ શકશે નહીં. 





  • Follow us on: