- PM મોદી 22 જાન્યુઆરીએ અયોધ્યા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરશે
- લખનૌ, ગોરખપુર, પ્રયાગરાજ, વારાણસી, આગ્રા અને મથુરાને આપી ભેટ
- હેલિકોપ્ટરમાં એકસાથે 5 શ્રદ્ધાળુઓ અયોધ્યા જઈ શકશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરીએ અયોધ્યા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરશે. કેન્દ્ર સરકારે પણ આ અંગે જોરશોરથી તૈયારીઓ કરી લીધી છે. ઉપરાંત, કેટલાક રાજ્યોમાં તે દિવસે રજા જાહેર કરવામાં આવી હતી. હવે 22 જાન્યુઆરી પહેલા UP સરકારે એક મોટી જાહેરાત કરી છે અને 6 જિલ્લાઓને ખાસ ભેટ આપી છે.
યુપી સરકાર લોકોને રામલલાના દર્શન કરાવશે. આ માટે શ્રદ્ધાળુઓની સુવિધા માટે યુપીના 6 જિલ્લામાં હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવશે. જેમાં ખાસ કરીને લખનૌ, ગોરખપુર, પ્રયાગરાજ, વારાણસી, આગ્રા અને મથુરાનો સમાવેશ થાય છે. એક વ્યક્તિ પોતાની સાથે 5 કિલો સામાન લઈ જશે. હેલિકોપ્ટરમાં એકસાથે 5 શ્રદ્ધાળુઓ અયોધ્યા જઈ શકશે.













