- અયોધ્યા 22 જાન્યુઆરીએ કરોડો દીવડાઓથી ઝગમગી ઉઠશે
- ગુજરાતના પ્રજાપતિ પરિવારને 5 કરોડ દિવડાઓનો ઓર્ડર મળ્યો
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દીવડા પ્રગટાવવા અપીલ કરી હતી
22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સમારોહ યોજાવાનો છે. જેને લઈને અયોધ્યામાં જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે રામમંદિરને સજાવવા માટે ગુજરાતથી દીવડાઓ મોકલવામાં આવનાર છે. ગુજરાતના દીવડાઓના પ્રકાશથી ઝગમગી ઊઠશે રામનગરી અયોધ્યા. અમદાવાદના દીવડાની ચમકથી ચમકી ઉઠશે અયોધ્યા. ગુજરાતના પ્રજાપતિ પરિવારોને મળ્યો કરોડો દીવડાઓનો ઓર્ડર. ગુજરાત સહિત દેશભરમાં હાલ રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ધામધૂમથી તૈયારીઓ ચાલી રહી છે.
5 કરોડ દીવડાઓનો ઓર્ડર મળ્યો
મળતી માહિતી અનુસાર, અયોધ્યા રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ગુજરાતના પ્રજાપતિ પરિવારો માટે ધંધો-રોજગાર લઈને આવ્યો છે. રાજ્યના લાખો પ્રજાપતિ પરિવારોને દીવડાના મસમોટા ઓર્ડર મળ્યા છે. પ્રજાપતિ પરિવારોને ફળ્યું રામમંદિર! પ્રાણપ્રતિષ્ઠા માટે ગુજરાતથી અયોધ્યા 5 કરોડ દીવડા મોકલવામાં આવશે. અયોધ્યાના રામલલ્લાના પ્રાણપ્રતિષ્ઠા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને પગલે દીવડાઓ માટે મંદિરો, ધાર્મિક સંસ્થાઓ અને વેપારીઓએ આપ્યા લાખો રૂપિયાના દીવડા લેવાના ઓર્ડર આપ્યાં છે.
1 કરોડથી વધુનો આર્થિક ફાયદો થશે
દિવાળીમાં થતી દિવડાની ખરીદી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં શરુ થઈ છે. દીવડાના સુરત, મુંબઇ, અમદાવાદ સિટીમાં સૌથી વધુ ઓર્ડર આવ્યાં છે. કોડિયા સાથે માટીની ડીશનો પણ ઓડર મળ્યો છે. રંગોળી અને આરતી કરવા માટે માટીની ડિશનો ઓર્ડર મળ્યો છે. સાથે માટીના રામ દરબારના પણ અનેક ઓર્ડર મળ્યા છે. પ્રજાપતિ પરિવારોને રૂપિયા 1 કરોડથી વધુનો આર્થિક ફાયદો કરાવશે. પ્રજાપતિ પરિવારો ૨૨ જાન્યુઆરીના દિવસની બીજી દિવાળી માની રહ્યા છે.
22 જાન્યુઆરીએ રામ જ્યોત પ્રજ્વલિત કરવા અપીલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેશવાસીઓને ૨૨ જાન્યુઆરીએ રામ જ્યોત પ્રજ્વલિત કરવા અપીલ કરી હતી. મંદિરો અને ધાર્મિક સંસ્થાઓમાં ૨૨ જાન્યુઆરીએ દીપ પ્રજ્વલિત કરી દીવાળી ઉજવવાના આયોજનો છે.