• રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અજીત જૂથને સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ઝટકો
  • કોર્ટે એનસીપી જુથને શરદ પવારના ફોટાનો ઉપયોગ ન કરવા કહ્યું
  • જો તમને એટલો જ વિશ્વાસ હોય તો તમારા ફોટાનો ઉપયોગ કરો

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) અજીત જૂથને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. આજે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે અજીતના જૂથને શરદ પવારના ફોટાનો ઉપયોગ ન કરવાનો આદેશ આપ્યો છે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે અજીતના જૂથને પૂછ્યું કે તમે તેમની (શરદ પવાર)ની તસવીરો કેમ વાપરી રહ્યા છો? જો તમને એટલો જ વિશ્વાસ હોય તો તમારા ફોટાનો ઉપયોગ કરો.

સુપ્રીમ કોર્ટે અજીતના જૂથને શરદ પવારના ફોટાનો ઉપયોગ ન કરવાનો આદેશ

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) અજીત જૂથને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. આજે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે અજીતના જૂથને શરદ પવારના ફોટાનો ઉપયોગ ન કરવાનો આદેશ આપ્યો છે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે અજીતના જૂથને પૂછ્યું કે તમે તેમની (શરદ પવાર)ની તસવીરો કેમ વાપરી રહ્યા છો? જો તમને એટલો જ વિશ્વાસ હોય તો તમારા ફોટાનો ઉપયોગ કરો.

અજિત પવાર જૂથે બિનશરતી એફિડેવિટ આપવી પડશે

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે અજિત પવાર જૂથે બિનશરતી એફિડેવિટ આપવી પડશે. આ સોગંદનામામાં અજીત જૂથે વચન આપવું પડશે કે તેઓ ભવિષ્યમાં શરદ પવારના નામનો ઉપયોગ નહીં કરે. શરદ પવાર વતી હાજર રહેલા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી લોકશાહી અને મૂળભૂત માળખાનો એક ભાગ છે. હિંમત હોય તો જાતે જ વોટ મેળવો.

જો તમને આટલો વિશ્વાસ છે તો તમારા ફોટાનો ઉપયોગ કરો?

સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે તમે (અજિત જૂથ) તેમના ફોટોગ્રાફ્સનો ઉપયોગ કેમ કરી રહ્યા છો? જો તમને આટલો વિશ્વાસ છે તો તમારા ફોટાનો ઉપયોગ કરો? તેના પર અજિત પવારના વકીલે કહ્યું કે તેઓ આવું નથી કરી રહ્યા. આ કેસની સુનાવણી હવે આવતા મંગળવારે હાથ ધરાશે.

  • Follow us on: