• ચૂંટણી પહેલા બીજેપીનો ચોંકાવનારો નિર્ણય
  • 3 રાજ્યોમાં ચૂંટણી પ્રભારીઓની બદલી
  • 19 એપ્રિલે થવાનુ છે પ્રથમ તબક્કાનું મતદાન

લોકસભાની ચૂંટણી પહેલા બીજેપીએ મોટુ પગલુ ભર્યુ છે. પાર્ટી હાઈકમાન્ડે રાજસ્થાન, હરિયાણા અને આંધ્ર પ્રદેશના ચૂંટણી પ્રભારીઓની બદલી કરી છે. પ્રથમ તબક્કાના મતદાનના એક મહિના પહેલા લેવાયેલો પક્ષનો આ નિર્ણય ચોંકાવનારો છે. મહત્વનું છે કે દેશમાં પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થવાનું છે અને આ માટે નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે.

હરિયાણામાં કોને બનાવ્યા ચૂંટણી પ્રભારી ?

હરિયાણામાં આ વર્ષે ભાજપે બિપ્લબ કુમાર દેબને લોકસભા ચૂંટણી પ્રભારી તરીકે નિયુક્ત કર્યા હતા. બિપ્લબ કુમાર દેબ ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભા સભ્ય છે. ત્રિપુરાના પૂર્વ મુખ્યમંત્રી બિપ્લબ કુમાર દેબને 2018માં ત્રિપુરામાં પાર્ટીની જીતના શિલ્પકાર માનવામાં આવતા હતા. પાર્ટીએ તેમના સ્થાને સતીશ પુનિયાને પ્રભારી બનાવ્યા છે. તેમની સાથે સુરેન્દ્ર સિંહ નાગરને સહ-પ્રભારી બનાવવામાં આવ્યા છે.

રાજસ્થાનની જવાબદારી કોને મળી?

રાજસ્થાનમાં ભાજપે વર્તમાન પ્રભારી પ્રહલાદ જોશીને હટાવીને તેમના સ્થાને વરિષ્ઠ નેતા વિનય સહસ્રબુદ્ધેને ચૂંટણી પ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે. વિજયા રાહતકર અને પ્રવેશ વર્માને રાજસ્થાનના સહ-ચૂંટણી પ્રભારી બનાવવામાં આવ્યા છે.

આંધ્ર પ્રદેશમાં ચૂંટણી પ્રભારી કોણ ?

જો આંધ્ર પ્રદેશની વાત કરીએ તો અહીં પાર્ટીએ અરુણ સિંહને નવા ચૂંટણી પ્રભારી બનાવ્યા છે. સિદ્ધાર્થનાથ સિંહ અહીં અરુણ સિંહને સમર્થન આપશે. તમને જણાવી દઈએ કે આ વખતે ભાજપે આંધ્ર પ્રદેશમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા માટે TDP અને જનસેના પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે. લોકસભા ચૂંટણીની સાથે અહીં વિધાનસભાની ચૂંટણી પણ યોજાશે.

  • Follow us on: