'બિગ બોસ 18' ના 7 નવેમ્બરના એપિસોડમાં ટાઇમ ગોડ ટાસ્ક થયો. જેમાં ઘરમાં ખૂબ જ લડાઇ જોવા મળી. વિવિયન ડીસેના કે જેને ટાસ્કનો સંચાલક બનાવાયો હતો. તેણે સારા અરફીન ખાનને આ ટાસ્કમાંથી બહાર કરી દીધી અને તકનો લાભ ઉઠાવીને સિંઘન અગેન અભિનેત્રી સારાને ભડકાવી દીધી. વિવિયન પર અનુચિત અને પક્ષપાતી હોવાનો આરોપ લગાવતા સારાએ આવા મોડરેટરની પસંદગી કરવા માટે બિગ બોસ સાથે દલીલ કરી.


સારા અરફીન ખાને પર કર્યા પ્રહાર

સારાએ 'બિગ બોસ 18'માં ટાઈમ ગોડ ટાસ્ક દરમિયાન અવિનાશ મિશ્રા પર હુમલો કર્યો હતો. આટલું જ નહીં તેણે ઈશા સિંહના વાળ પણ ખેંચી લીધા હતા, જેના કારણે તેમની વચ્ચે ઘણી બોલાચાલી થઈ હતી. અભિનેત્રીએ અવિનાશ અને ઈશા સાથેની મિત્રતા તોડવા બદલ એલિસ કૌશિક પર પણ પ્રહાર કર્યા હતા. પતિ અરફીન ખાનની સમજાવટ છતાં સારા શાંત ન થઈ. દિગ્વિજય રાઠી અને કરણવીર મહેરા સાથેના ટાસ્ક દરમિયાન સારાએ વિવિયનને સારો ઓપરેટર ન હોવા બદલ ઠપકો આપ્યો હતો. પત્નીની બાજુમાં બેઠેલા અરફીને કહ્યું કે વિવિયનને બિનશરતી પ્રેમ મળી રહ્યો છે. જ્યારે સારાએ પોતાનું માઈક પહેરવાની ના પાડી દીધી હતી.

વિવિયન જ રહેશે ટાઇમ ગોડ

દિગ્વિજય અને કરણવીરે ટાઈમ ગોડ ટાસ્કને આગળ વધાર્યું. જો કે પાવર ધરાવતી સ્ટિક તૂટી ગઇ હતી. બિગ બોસે ટાસ્કને રોકીને જાહેરાત કરી કે આ અઠવાડિયે નવો ટાઇમ ગોડ નહી હોય અને વિવિયન જ ટાઇમ ગોડ હશે. બીજી તરફ આ ટાસ્ક દરમિયાન સારા અરફીન ખાને અવિનાશ મિશ્રાને શારીરિક ઇજા પહોચાડી. કેપ્ટન કરણવીર મહેરાની ટીમમાં ચુમ દરંગ, શ્રુતિકા અર્જુન, રજત દલાલ, ચાહત પાંડે, દિગ્વિજય રાઠી અને સારા અરફીન ખાનનો સમાવેશ થાય છે જ્યારે વિવિયન ડીસેનાની ટીમમાં અવિનાશ મિશ્રા, ઈશા સિંહ, એલિસ કૌશિક અને શિલ્પા શિરોડકરનો સમાવેશ થાય છે.

સારાને આવ્યો ગુસ્સો 

ગુરુવારના એપિસોડમાં સારા અરફીન ખાને ટાઇમ ગોડ ટાસ્ક દરમિયાન ગુસ્સામાં પોતાનું ભાન ગુમાવી દીધુ. ગુસ્સે થયેલી સારાએ ગુસ્સામાં આવીને ઘરના લોકોને ધક્કા આપવાનું ચાલુ કર્યુ. પછી તે ગુસ્સામાં બિગ બોસના ઘરની સંપત્તિને નુકસાન પહોંચાડતી જોવા મળી. ચાદર અને તકીયો ફાડી નાંખે છે. શિલ્પા શિરોડકર અને ચમ દરંગ તેને કંટ્રોલ કરવાની કોશિશ કરતા જોવા મળે છે પરંતુ તે બૂમો પાડતી રહે છે અને લોકોને તેનાથી દૂર ધકેલતી જોવા મળે છે. 

  • Follow us on: