સલમાન ખાન દ્વારા હોસ્ટ કરવામાં આવતા બિગ બોસની સિઝન 18 અત્યારે ચાલી રહી છે. ત્યારે લેટેસ્ટ એપિસોડમાં બતાવ્યા મુજબ બિગ બોસ 18ના ઘરમાં બબાલ થઇ છે. બિગ બોસે ઘરના લોકોને પૂછ્યુ કે ઘરના બે લોકોને જેલમાં મોકલવાનું પસંદ કરશો કે પછી એકને બેઘર કરવાનુ ? આ અંગે ઘરના લોકો મળીને નિર્ણય લઇ રહ્યા હોય છે ત્યારે અવિનાશ મિશ્રા અને ચુમ દારંગ વચ્ચે દલીલ શરૂ થઈ ગઇ. ચુમ ગુસ્સે થઈ ગયો અને અવિનાશને અપશબ્દો બોલવા લાગ્યો, ત્યારબાદ અવિનાશ પોતાનો ગુસ્સો ગુમાવી ચુમ તરફ દોડ્યો.


પરિવારના સભ્યોનો નિર્ણય

વિવિયન ડીસેના અને કરણવીર મહેરાએ અવિનાશને રોકી લીધો પરંતુ ઘરના સભ્યો અવિનાશનું આ રૂપ જોઈને દંગ રહી ગયા હતા. ઘરના 17માંથી 10 સાથીઓએ અવિનાશને ઘરમાંથી કાઢી મૂકવાનું નક્કી કર્યું. તેઓએ કહ્યું કે અવિનાશ આસપાસ હોય ત્યારે છોકરીઓ સુરક્ષિત અનુભવતી નથી. ઘરના સભ્યોનો નિર્ણય સાંભળ્યા પછી બિગ બોસે અવિનાશને મુખ્ય દ્વારથી ઘરની બહાર આવવાનો આદેશ આપ્યો. શોમાંથી અવિનાશની બહાર નીકળવાની જાહેરાત થતાં જ એશા સિંહ અને એલિસ કૌશિક રડવા લાગ્યા હતા.

ઈશા અને એલિસને કેમ આવ્યો ગુસ્સો ? 

અવિનાશને ઘરની બહાર મોકલાવા નિર્ણયથી ઈશા અને એલિસ ગુસ્સે થઈ જાય છે. તેઓ કહેવા લાગ્યા કે તેઓ અવિનાશ સાથે 24 કલાક રહે છે અને તે તેની સાથે ખૂબ સુરક્ષિત અનુભવે છે. આ પછી ઈશા અવિનાશ સાથે ઘરની બહાર જવાનું નક્કી કરે છે. બરાબર આ સમયે જ અલિસને પેનિક અટેક આવવા લાગે છે. એલિસની હાલત જોઈને વિવિયન તેના માટે પાણી લાવે છે. જ્યારે શિલ્પા શિરોડકર મોઢામાં ખાંડ નાખવાનો પ્રયાસ કરે છે. બિગ બોસ એલિસને મેડિકલ રૂમમાં બોલાવે છે તેટલામાં આ તરફ અવિનાશ શોમાંથી બહાર નીકળી જાય છે.

ઈશા અને એલિસ થઇ ખુશખુશાલ

અવિનાશ ઘરની બહાર જતો રહે છે. તો આ તરફ ઘરમાં એલિસ અને ઈશા એકબીજાને ગળે લગાવીને રડવા લાગે છે. ત્યાર પછી બિગબોસ એનાઉન્સ કરે છે કે ઘરના લોકોનું રાશન અને રાશન આપનાર બંને જેલમાં છે. આ સાંભળીને એલિસ અને ઇશા બંને જેલ તરફ જાયછે અને ત્યાં અવિનાશને જોઇને ખુશીની ઉછળી પડે છે.

  • Follow us on: