• બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો મળશે કે નહી ?
  • લોકસભામાં કેન્દ્ર વતી મંત્રીએ આપ્યો જવાબ
  • બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવા ઉઠી હતી માગ

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને કેન્દ્ર સરકારનો ઝટકો લાગ્યો છે. બિહારને વિશેષ દરજ્જો મેળવવાની માગને લઇને મોટુ અપડેટ સામે આવ્યું છે.લોકસભાના બજેટ સત્ર દરમિયાન કેન્દ્ર સરકારના નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ મોટું નિવેદન આપ્યું છે. પંકજ ચૌધરીએ લોકસભામાં કેન્દ્ર સરકાર વતી જવાબ આપતા કહ્યું કે બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવો શક્ય નથી.

બિહારને કેમ ન મળી શકે વિશેષ રાજ્યનો દરજ્જો ?

બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો ન મળી શકે. તેની પાછળનું કેન્દ્ર સરકારે કારણ પણ જણાવ્યું છે. મહત્વનું છે કે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની પાર્ટીના નેતાઓ બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની સતત માંગ કરી રહ્યા છે. જેડીયુના નેતાઓએ રવિવારે સર્વપક્ષીય બેઠક દરમિયાન બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની પણ માંગ કરી હતી. ત્યારે આજે લોકસભાના ચોમાસા સત્રમાં નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ બિહારના મધુબની ઝાંઝરપુર સીટથી જેડીયુના સાંસદ રામપ્રીત મંડલના પ્રશ્ન પર લોકસભામાં લેખિત જવાબ આપ્યો છે અને જણાવ્યું છે કે બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો કેમ ન મળી શકે.

શું આપ્યો મંત્રીએ જવાબ ?

નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ કેન્દ્ર સરકાર વતી જવાબ આપતા કહ્યું કે બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવો શક્ય નથી. આ સાથે કેન્દ્રીય રાજ્ય મંત્રીએ કહ્યું કે વિશેષ દરજ્જા માટે જે જોગવાઈઓ પૂર્ણ કરવી પડે છે તે બિહારમાં નથી. નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગ સતત ઉઠી રહી છે. બિહારમાં ફરી એકવાર આ માંગ જોર પકડી રહી છે


વિશેષ દરજ્જો મેળવવા માટેના માપદંડ શું છે?

  • રાજ્યમાં સંશાધનોનો અભાવ
  • પ્રતિ વ્યક્તિ ઓછી આવક
  • નાણા માટે પ્રતિકૂળ સંજોગો 
  •  આર્થિક અને માળખાકીય પછાતપણું.
  • આદિવાસીઓની મોટી વસ્તી.
  • ડુંગરાળ અને મુશ્કેલ ભૂપ્રદેશ.
  • આંતરરાષ્ટ્રીય સરહદોની નજીક હોવાને કારણે રાજ્યનું વ્યૂહાત્મક મહત્વ.
  •  વસ્તીની ઓછી ગીચતા

  • Follow us on: