- બિહારમાં 11 વર્ષના કિશોરી રેલવે ટ્રેકમાં તિરાડ જોઈ ટ્રેનને અટકાવી દેતા સેંકડો પ્રવાસીઓ બચી ગયા
- પૂરપાટે આવતી કાઠગોદામ એક્સપ્રેસના ડ્રાયવરે કિશોરને લાલ રૂમાલ લહેરવાતો જોઈ ટ્રેન થોભાવી દીધી
- બિહારના સમસ્તીપુરના રેલવે ડીઆરએમે કિશોરનું સન્માન કરી બાલ વીરતા પુરસ્કારની માંગ કરી
બિહારના સમસ્તીપુરમાં એક 11 વર્ષના કિશોરે સમજદારીનું ઉત્તમ ઉદાહર પૂરું પાડયું છે. આ કિશોરે સેંકડો રેલવે પ્રવાસીઓનો જીવ બચાવવાનું કામ કર્યું છે. તેની આ સમજદારી માટે રેલવે વટીવટી તંત્રએ તેને પુરસ્કાર આપી સન્માન કર્યું છે. સમસ્તીપુર રેલ મંડળના ડીઆરએમ વિનય શ્રીવાસ્તવે બુધવાર પાંચમી જૂને પ્રશસ્તિપત્રની સાથે સ્કૂલ બેગ, પુસ્તકો અને નોટો આપી આ કિશોરનું સન્માન કર્યું હતું.
આ ઘટનાને લઈ ડીઆરએમે જણાવ્યું કે આપણો સૌને ધર્મ બને છે કે ક્યાંક ખોટું થતું હોય તો તેને રોકવામાં આવે. તેમને આગળ કહ્યું કે શાહબાઝે ખૂબ સાહસિક કાર્ય કર્યું છે. મળતી માહિતી અનુસાર, શનિવારે પહેલી જૂન બપોરે મોહમ્મદ શાહબાઝ પોતાના ઘરે જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં રેલવે ટ્રેક પાસેથી પસાર થતી હતી. શાહબાઝે જોયું કે રેલવે ટ્રેકમાં તિરાડ સર્જાયેલી છે બરાબર એ સમયે રેલવે ટ્રેક પર સમસ્તીપુરથી ટ્રેન આવતી જોઈ. શાહબાઝે સાવચેતી જોતા માથે તડકાથી બચવા લાલ રંગનો રૂમાલ મૂકેલો હતો તે રૂમાલ નીચે લઈને લહેરાવી દીધો. ટ્રેનચાલકે પણ સાબદા થઈ ટ્રેનને રોકી દીધી હતી. આ રેલવે પર કાઠગોદામ એક્સપ્રેસ પસાર થવાની હતી અને દુર્ઘટનાનો શિકાર થવાની હતી. આ એક્સપ્રેસ ટ્રેનમાં 1500 પ્રવાસીઓ સવાર હતા. પરંતુ શાહબાઝની આવડતના લીઝે તેમજ ટ્રેન પાયલોટની તેજ નજરને લઈ કોઈ અકસ્માત ન સર્જાયો.
મળતી માહિતી પ્રમાણે બિહારના સમસ્તીપુર રેલમંડળના ડીઆરએમ વિનય શ્રીવાસ્તવે જણાવ્યું કે શાહબાઝની આવડત અને કોઠાસૂઝને લીધે આટલી નાની ઉંમરમાં નાગરિક કર્તવ્યનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું છે. એને એટલી જાણકારી હતી કે રેલવે ટ્રેકમાં તિરાડ હતી એને જોઈ લાલ રંગનું કપડું લહેરાવી ટ્રેન રોકી દીધી. ડીઆરએમે જણાવ્યું કે અમે ઈચ્છીએ છીએ કે શાહબાઝ અને અન્ય લોકો માટે ઉદાહરણ બને. દેશના તમામ બાળકો માટે પ્રેરણા સ્ત્રોત બને. જેથી આ આ કિશોરનું નામ બાલ વીરતા પુરસ્કાર માટે મોકલાશે. ડીઆરએમ વિનયે આગળ જણાવ્યું કે તેમને શાહબાઝને ત્રણ મહાપુરુષના જીવન ઉપર આધારિત પુસ્તકો આપ્યા છે.