• 22 વર્ષીય યુવકે પાંચ ગર્લફ્રેન્ડને એકસાથે ગર્ભવતી બનાવી
  • એકસાથે પાંચ મહિલાઓ બેબી શાવર ફંકશનમાં પણ જોડાઈ
  • પાંચેય યુવતીઓએ પતિ અને તેની તમામ પત્નીઓને સ્વીકારી લીધાં

અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં રહેતા 22 વર્ષીય સંગીતકાર જેડ્ડી વિલે એક સાથ પોતાની પાંચ ગર્લફ્રેન્ડને ગર્ભવતી બનાવી દીધી છે. આ ઉપરાંત વધુ નવાઈની વાત તો એ હતી કે આ પાંચેય યુવતીઓનાં ખોળા ભરવાની વિધિ એકસાથે કરવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે 14 જાન્યુઆરીના દિવસે બેબી શાવરના પ્રસંગને લઈ સોશિયલ મીડિયામાં એક આમંત્રણ પણ પાઠવ્યું હતું. જેડ્ડી વિલે આમંત્રણ પત્રિકા માટે આ ગર્ભવતી યુવતીઓની સાથે એક જોઈન્ટ ફોટો પણ પડાવ્યો હતો. જેમાં લખ્યું હતું કે નાના જેડ્ડી વિલ્સ 1-5 સ્વાગત છે.

https://www.instagram.com/lizzyashmusic/?utm_source=ig_embed&ig_rid=8e4aca6f-4554-4ceb-892e-74c6c2f959d2


જ્યારે એશ્લીગ નામની યુવતીએ બહુવિવાહ ધરાવતા પરિવારના જીવન પર આધારિત એક અમેરિકી ટીવી શોનો ઉલ્લેખ કરતાં વીડિયો મૂક્યો અને લખ્યું કે, ''મને લાગે છે કે હવે આ સિસ્ટર વાઈફ્સ છે.''

એશ્લીગે એક વીડિયો પોસ્ટ કરતા પાંચ મહિલાઓનો ઉલ્લેખ કરતા લખ્યું કે, ''એશલે બોની અને અન્ય મળી પાંચ મહિલા મારી પત્ની છે અને એકબીજાને સ્વીકારી લીધા છે. કારણ કે, આ નાના બાળકો માટે સારું છે. બાળક એક મોટા પરિવારમાં મોટું થશે.''

તેણે એક ફોટોના શેર કરતા લખ્યું કે, ''અમારા સુંદર પરિવારને જુઓ. અમે પોતાના બેબીના ડેડીને પ્રેમ કરીએ છીએ. અમે પોતાનાં બાળકોનું જીવન બરબાદ નહીં કરીએ. અમારા પરિવારને આને સ્વીકાર કર્યું છે.''

 ખોળો ભરવાની વિધિના વીડિયોમાં પાંચ મા એકસાથે નાચતી, ખાતી અને એકબીજાની કંપનીનો આનંદ લેતી નજરે પડી રહી છે. જો કે આ લોકોએ આ પરંપરા વિરોધી જીવનને લઈ ઈન્ટરનેટ પર કેટલાક લોકો નાખુશ જોવા મળ્યાં હતાં. એક યૂઝરે લખ્યું કે, ''હું જૂઠ નહીં બોલું, આ શરમજનક છે.'' અન્ય એક વ્યકિતએ લખ્યું કે, ''પ્લીઝ મને કોઈ જણાવો કે આ સત્ય નથી.''


  • Follow us on: