- કૂતરો લાખો રૂપિયાનું બંડલ તીક્ષ્ણ દાંતથી ચાવી ગયો
- અમેરિકાના પેન્સિલવેનિયામાં બની વિચિત્ર ઘટના
- દંપતીના પાલતુ શ્વાન નોટો ખાધા પછી બંને શોકમાં ગરકાવ
અમેરિકાના પેન્સિલ્વેનિયામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક શ્વાને માલિકને એવો આંચકો આપ્યો છે કે ના પૂછો વાત. એક શ્વાને માલિકને પળવારમાં લાખોનું નુકસાન પહોંચાડયું છે. પાલતુ શ્વાને નોટોનું બંડલને ખાવાનું સમજીને ઝાપટી ગયો હતો. જેનાથી શ્વાનના માલિકને લાખો રૂપિયાનો ચૂનો લાગી ગયો હતો.
રિપોર્ટ પ્રમાણે પેન્સિલ્વેનિયામાં રહેતી 33 વર્ષીય કૈરી લૉ અને તેનો પાર્ટનર ક્લેટને સેસીલ નામના સાત વર્ષનાં શ્વાનને પાળ્યો હતો. આ દંપતીએ પોતાના શ્વાનની સારી એવી દેખરેખ પણ રાખતા હતાં. પરંતુ ગત મહિને આ દંપતી સાથે જે ઘટના બની તેને લઈ બંને હજી પણ આઘાતમાં છે. સેસીલે ગત મહિને કોઈ કામ માટે અલગ રાખેલા પૈસાનું આખું બંડલ ખાવાનું સમજી ખાઈ ગયો હતો. જેનાથી કૈરી લૉને ચાર હજાર ડોલર એટલે કે 3.32 લાખ રૂપિયાનું મસમોટું નુકસાનનો આંચકો લાગ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે કૈરી લૉએ રૂપિયાનું બંડલ ઘરમાં રસોડામાં બનેલા કાઉન્ટર પર મૂક્યું હતું. દંપતીને આ વાતની કદી કલ્પના નહોતી કે આવું પણ થઈ શકે છે. આ બધુ માત્ર અડધા કલાકમાં બની ગયું. કૈરીએ આ ઘટનાને લઈ અચાનક ક્લેટનને ચીસ પાડીને કહ્યું કે સેસિલ રૂપિયા ખાઈ ગયો છે. આ ચીસ સાંભળીને પહેલા તો પતિને વિશ્વાસ ન બેઠો પરંતુ જ્યારે રસોડામાં જઈને જોયું તો આંખો પહોળી થઈ ગઈ હતી.
કૈરી લૉએ જણાવ્યું કે, આ પૈસા અમે જરૂરી કામ માટે અલગથી રાખી મુક્યા હતા. પરંતુ સેસિલ આ રૂપિયા ખાઈ જતા અમને કશું સૂઝયું નહીં. આવામં અમે સેસિલને ઊલ્ટી કરાવવાનો પ્રયાસ કર્યો પરંતુ એમાં સફળતા ન મળી. અમે કલાકો સુધી શ્વાનના મળની પ્રતીક્ષા કરી પરંતુ એમાં પણ કંઈ સાંપડયું નહીં. બાદમાં તેને બતાવવા ડૉકટર પાસે લઈ ગયા હતા. તબીબે જણાવ્યું કે શ્વાન બિલ્કુલ ઠીક છે.