• ભાજપે દિલ્હીની 2 બેઠકોના નામ સામેલ કર્યા
  • દિલ્હીમાં હર્ષ મલ્હોત્રાને પૂર્વ દિલ્હીથી ટિકીટ આપી
  • યોગેન્દ્ર ચંદોલિયાને ઉત્તર પશ્ચિમ દિલ્હીથી ટિકીટ

ભાજપે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. તેમાં દિલ્હીની બાકીની બે બેઠકોના નામ પણ સામેલ છે. હર્ષ મલ્હોત્રાને પૂર્વ દિલ્હીથી ટિકિટ આપવામાં આવી છે. યોગેન્દ્ર ચંદોલિયાને ઉત્તર પશ્ચિમ દિલ્હીથી ટિકિટ આપવામાં આવી છે.

ભાજપે ચાંદની ચોકથી પ્રવીણ ખંડેલવાલ

ભાજપે 2 માર્ચે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. ભાજપે ચાંદની ચોકથી પ્રવીણ ખંડેલવાલ, ઉત્તર પૂર્વ દિલ્હીથી મનોજ તિવારીને, નવી દિલ્હીથી બાંસુરી સ્વરાજ, પશ્ચિમ દિલ્હીથી કમલજીત સેહરાવત અને દક્ષિણ દિલ્હીથી રામવીર સિંહ બિધુરીને ટિકિટ આપી છે. પાર્ટીએ મીનાક્ષી લેખી, રમેશ બિધુરી, હર્ષ વર્ધન અને પ્રવેશ વર્માની ટિકિટ રદ્દ કરી દીધી.

ભાજપનો મુકાબલો AAP અને કોંગ્રેસના ગઠબંધન સાથે 

દિલ્હીમાં લોકસભાની સાત બેઠકો છે અને તમામ બેઠકો ભાજપ પાસે છે. આ વખતે ચૂંટણીમાં ભાજપનો મુકાબલો આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસના ગઠબંધન સાથે છે. AAP અહીં ચાર સીટો પર ચૂંટણી લડી રહી છે. કોંગ્રેસે ત્રણ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખવાનો નિર્ણય કર્યો છે. AAPએ ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે.

AAPએ નવી દિલ્હીથી સોમનાથ ભારતી

AAPએ નવી દિલ્હીથી સોમનાથ ભારતી, દક્ષિણ દિલ્હીથી સાહી રામ પહેલવાન, પૂર્વ દિલ્હીથી કુલદીપ કુમાર અને પશ્ચિમ દિલ્હીથી મહાબલ મિશ્રાને મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસે ઉમેદવારોના નામ જાહેર કર્યા નથી.

  • Follow us on: