- બીજેપી સાંસદ તેજસ્વી સૂર્યાની વધી મુશ્કેલી
- કથિત રીતે નફરત ફેલાવતી પોસ્ટને લઇને FIR
- BBMPના અધિકારીઓ દ્વારા કરાઇ ફરિયાદ
લોકસભાની ચૂંટણી નજીક આવતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. બીજેપી સાંસદ તેજસ્વી સૂર્યાની મુશ્કેલી વધી છે. કથિત રીતે નફરત ફેલાવતી પોસ્ટને લઇને FIR નોંધવામાં આવી છે.
એફઆઇઆર નોંધાઇ
ચૂંટણી પંચના અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું હતું કે ભાજપના સાંસદ તેજસ્વી સૂર્યા વિરુદ્ધ સોશિયલ મીડિયા પર કથિત નફરતની પોસ્ટ માટે FIR નોંધવામાં આવી છે. ચૂંટણી સંસ્થા અને બ્રુહત બેંગલુરુ મ્યુનિસિપલ કોર્પોરેશન (BBMP)ના અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી ફરિયાદને પગલે આ પગલું લેવામાં આવ્યું છે.
કોણ છે તેજસ્વી સૂર્યા
તેજસ્વી સૂર્યા બેંગલુરુ દક્ષિણના સાંસદ છે અને ભારતીય જનતા યુવા મોરચાના અધ્યક્ષ પણ છે. તાજેતરમાં, એક પોસ્ટમાં, તેણે કથિત રીતે લઘુમતીને નિશાન બનાવીને બે સમુદાયો વચ્ચે દુશ્મનાવટ ફેલાવી હતી. તેણે 19 માર્ચે 'X' અને YouTube પર આવી જ એક પોસ્ટ કરી હતી, જેને 10 લાખ વ્યૂઝ, 587 કોમેન્ટ્સ, 5400 રિટ્વીટ અને 13 લાઈક્સ મળી હતી.
આ કલમ હેઠળ કેસ દાખલ
આ કેસમાં વધુમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે 'X' પર તેના 13 લાખ ફોલોઅર્સ છે, જેના કારણે તે મતદારોને પ્રભાવિત કરી રહ્યા છે અને સમુદાયો વચ્ચે સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડી રહ્યા છે. ફરિયાદના આધારે, 20 માર્ચે કલમ 153A, 295A અને લોક પ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ હાલાસુર ગેટ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે.