- ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ રાજ્યસભાના સાંસદના શપથ લીધા
- જે. પી. નડ્ડા ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ તરીકે બિનહરીફ ચૂંટાયા હતા
- ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની હાજરીમાં સાંસદના શપથગ્રહણ કર્યા
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા ગુજરાત રાજ્યસભાના સાંસદ તરીકે ઉમેદવારી નોંધાવી હતી, જેનું પરિણામ 27 ફેબ્રુઆરીના રોજ આવ્યું હતું. જેમાં જે. પી. નડ્ડા રાજ્યસભાના સાંસદ તરીકે બિનહરિફ જીત્યાં હતા. આજે 6 એપ્રિલે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની હાજરીમાં જે. પી. નડ્ડાએ રાજ્યસભાના સાંસદ તરીકેના શપથ લીધા હતાં.
જે. પી. નડ્ડા હિમાચલ પ્રદેશમાંથી રાજ્યસભા સાંસદ હતાં
જે. પી. નડ્ડાએ હિમાચલ પ્રદેશની રાજ્યસભા બેઠક પરથી રાજીનામું આપીને ગુજરાતમાંથી રાજ્યસભાના સભ્ય તરીકેનું નામાંકન ભર્યું હતું અને હિમાચલ પ્રદેશના સાંસદ પદ પરથી રાજીનામું રાજ્યસભાના અધ્યક્ષને મોકલી આપ્યું હતું, જેને સ્વીકારી લેવામાં આવ્યું હતું.
હિમાચલ પ્રદેશની રાજ્યસભા બેઠક પરથી નડ્ડાએ રાજીનામું આપ્યું હતું
હિમાચલ પ્રદેશની રાજ્યસભા બેઠક પર જે. પી નડ્ડાનો કાર્યકાળ 2 એપ્રિલે પૂરો થયો હતો. હિમાચલમાં ચૂંટણી થઈ હતી જ્યાં હર્ષવર્ધન ઠાકુર જીત્યા હતાં. તો બીજી તરફ જે. પી. નડ્ડા 27મી ફેબ્રુઆરીએ ગુજરાતમાંથી રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતાં તેથી ભાજપ અધ્યક્ષ જે. પી. નડ્ડાએ હિમાચલ પ્રદેશ રાજ્યસભાની બેઠક પરથી રાજીનામું આપી દીધું હતું.
જે. પી. નડ્ડા ગુજરાત રાજ્યસભાના સાંસદ તરીકે રહેશે
મહત્ત્વનું છે કે, હવે જે. પી. નડ્ડા ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ તરીકે રહેશે કારણ કે એક વ્યક્તિ બે જગ્યાએથી સાંસદ તરીકે ન રહી શકે. જેથી જે. પી. નડ્ડાએ હિમાચલ પ્રદેશના રાજ્યસભાના સાંસદ પદ પરથી રાજીનામું આપ્યું હતું. હવેથી નડ્ડા ફક્ત ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ તરીકે સભ્યપદે ચાલુ રહેશે.
27 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાઈ હતી
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યસભાના સાંસદ માટે 27 ફેબ્રુઆરીએ 15 રાજ્યોની 56 બેઠકો પર રાજ્યસભાની ચૂંટણી યોજાઈ હતી. જેમાંથી 41 બેઠકો પરના ઉમેદવારો બિનહરીફ જીત્યા હતાં. કારણ કે આ બેઠકો પર માત્ર એક જ ઉમેદવારે ચૂંટણી લડી હતી. ત્યારે 15 બેઠકો પર મતદાન થયું હતું અને આ વોટિંગ સીટો યુપી, હિમાચલ અને કર્ણાટક બેઠકોની હતી.
ક્યાં કેટલી બેઠકો પર ભાજપની જીત થઈ
જેમાંથી યુપીમાં 10, હિમાચલમાં 1 અને કર્ણાટકમાં 4 બેઠકો પર મતદાન થયું હતું. જેમાંથી યુપીની 10 બેઠકોમાંથી 8 ભાજપ અને 2 સપાના ફાળે ગઈ હતી. હિમાચલમાં પણ ભાજપે સીટ જીતી હતી, જ્યારે કર્ણાટકમાં કોંગ્રેસે 3 સીટ જીતી અને ભાજપે 1 સીટ જીતી છે.