• સંદેશખાલી ચળવળનો મુખ્ય ચહેરો રેખા પાત્રા
  • ભાજપે બશીરહાટમાંથી આપી ટિકિટ
  • શાહજહાં શેખના દુષ્કૃત્યનો રેખા પાત્રાએ કર્યો હતો પર્દાફાશ

પશ્ચિમ બંગાળના સંદેશ ખાલીમાં મહિલાઓ સાથે બનેલી અસભ્ય ઘટનાથી કોણ વાકેફ નથી. ત્યારે ઘણા દિવસોથી ચર્ચામાં રહેલી આ સીટ હેઠળ આવતી બસીરહાટ લોકસભા સીટ પર ભાજપે રેખા પાત્રાને ટિકિટ આપી છે. રેખા પાત્રા એ મહિલાઓમાંની એક છે જણે ટીએમસી નેતા શાહજહાં શેખના દુષ્કૃત્યોનો પર્દાફાશ કર્યો હતો.તે સંદેશખાલી ચળવળનો મુખ્ય ચહેરો હતા.

શેખ શાહજહાંના દુષ્કૃત્યોનો કર્યો પર્દાફાશ

 રેખા પાત્રાએ શાહજહાં પર તેમની જમીન હડપ કરવાનો અને જાતીય સતામણીનો આરોપ પણ લગાવ્યો હતો. જો કે આ મામલો ગરમાતા ટીએમસીએ શેખને પાર્ટીમાંથી હાંકી કાઢ્યો હતો અને તેની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં 14થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

IT સેલના વડા અમિત માલવિયાએ કરી પોસ્ટ

બીજેપીના આઈટી સેલના વડા અમિત માલવિયાએ પોસ્ટ કર્યું કે રેખા પાત્રા સંદેશખાલીના પીડિતોમાંથી એક છે. તેણે પણ શાહજહાં શેખના હાથે ત્રાસ સહન કરવો પડ્યો. હતો. ભાજપ સંદેશખાલીની મહિલાઓની સાથે છે. એવું કહેવાય છે કે શેખ શાહજહાં વિરૂદ્ધ સૌપ્રથમ અવાજ ઉઠાવનાર રેખા પાત્રા હતા. ટિકિટ મળ્યા બાદ રેખા પાત્રાએ વડાપ્રધાન મોદીનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે તેઓ હંમેશા ગામની મહિલાઓની સાથે ઉભા રહેશે.


આ સીટો પર ઉમેદવાર જાહેર કરવાના બાકી

રેખા પાત્રાએ ટિકિટ મળતા જણાવ્યું કે ભાજપે મને બસીરહાટ તેમજ સંદેશખાલીના લોકોની સેવા કરવાની તક આપી છે. મહત્વનું છે કે શેખ શાહજહાં, શિબુ હાઝરા અને ઉત્તમ સરદારની માત્ર રેખા પાત્રાની ફરિયાદ પર ધરપકડ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ભાજપે પશ્ચિમ બંગાળની 42માંથી 38 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. જ્યારે ડાયમંડ હાર્બર, આસનસોલ, બીરભૂમ અને ઝારગ્રામમાં જાહેરાત થવાની બાકી છે.


  • Follow us on: