• રાહુલગાંધીના હિંદુ અંગેના નિવેદનને લઇને ગરમાવો
  • યોગી આદિત્યનાથે રાહુલગાંધી પર કર્યા પ્રહાર
  • ભારત માતાની આત્માને લોહીલુહાણ કરી

યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા લોકસભામાં હિન્દુઓ અંગે આપેલા નિવેદન પર વળતો પ્રહાર કરતા કહ્યું કે રાહુલ ગાંધીએ ભારત માતાની આત્માને લોહી વહેવડાવી દીધું છે.

રાહુલ ગાંધીને સીએમ યોગીએ લીધા આડેહાથ

મહત્વનું છે કે આજે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ BJP પર દેશમાં હિંસા, નફરત અને ભય ફેલાવવાનો આરોપ લગાવ્યો છે અને દાવો કર્યો કે આ લોકો હિંદુ નથી કારણ કે તેઓ 24 કલાક હિંસા વિશે વાત કરે છે. શાસક પક્ષના સભ્યોએ રાહુલ ગાંધીના આ નિવેદનનો ઉગ્ર વિરોધ કર્યો હતો. હવે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના આ નિવેદન પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પ્રતિક્રિયા પણ સામે આવી.

એક્સિડેન્ટલ હિંદુ કહેનારા ક્યારે સમજશે ?

સીએમ યોગી આદિત્યનાથે પોસ્ટ કરીને જણાવ્યું કે હિંદુ એ ભારતનો મૂળ આત્મા છે. હિંદુ એ સહિષ્ણુતા, ઉદારતા અને કૃતજ્ઞતાનો પર્યાય છે. ગર્વ છે કે આપણે હિંદુ છીએ! મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિમાં ડૂબીને, પોતાની જાતને 'આકસ્મિક હિંદુ' કહેનારી જમાતના રાજકુમારને આ વાત કેવી રીતે સમજાશે ? તમે ભારત માતાની આત્માને લોહીલુહાણ કરી છે.


પ્રિયંકાગાંધીએ શું કહ્યું ?

આ સાથે સંસદમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના ભાષણ પર કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે મારો ભાઇ હિંદુઓનું અપમાન ન કરી શકે.


  • Follow us on: