• મુંબઈના અરબી સમુદ્રમાં રવિવારે રાત્રે 11.30 વાગ્યા સુધી ઊંચા મોજા ઉછળશે
  • મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની શનિવારે એક એડવાઈઝરી જાહેર કરીને ચેતવણી
  • ભારતીય હવામાન વિભાગ અને ભારતીય રાષ્ટ્રીય મહાસાગર માહિતી કેન્દ્રની આગાહી

મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન - BMC એ શનિવારે એક એડવાઈઝરી જારી કરીને લોકોને સમુદ્રમાં ઊંચા મોજાંની ચેતવણી વચ્ચે રવિવાર રાત સુધી અરબી સમુદ્રમાં ન જવાની ચેતવણી આપી હતી અને જણાવ્યું હતું કે, કોઈ દરિયામાં મુસાફરી ના કરે અને સાગરખેડુઓને પણ દરિયો ન ખેડવા અપીલ કરી હતી.

IMD અને ભારતીય રાષ્ટ્રીય મહાસાગર માહિતી કેન્દ્રની આગાહી

વધુમાં BMCએ જણાવ્યું કે, ભારત હવામાન વિભાગ - IMD અને ભારતીય રાષ્ટ્રીય મહાસાગર માહિતી કેન્દ્ર INCOIS એ આપેલા અહેવાલ અનુસાર, શનિવારે સવારે 11.30 વાગ્યાથી રવિવારે રાત્રે 11.30 વાગ્યા સુધી દરિયામાં ઊંચા મોજાં ઉછળવાની શક્યતા છે.

દરિયાના મોજાની ઉંચાઈ 0.5 થી 1.5 મીટર રહેવાની શક્યતા

મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનને જાહેર કરેલી એડવાઈઝરીમાં જણાવવામાં આવ્યું છે કે, દરિયાના મોજાની ઉંચાઈ 0.5 થી 1.5 મીટર રહેવાની શક્યતા છે. BMCએ માછીમારોને પણ સાવચેતી રાખવા જણાવ્યું છે. BMC કમિશનર ભૂષણ ગાગરીને નાગરિક કર્મચારીઓને લોકોને દરિયામાં જતા રોકવા માટે શહેરના દરિયાકિનારા પર પોલીસ અને સુરક્ષા કર્મચારીઓ સાથે સંકલન કરવાનો નિર્દેશ આપ્યો છે.


  • Follow us on: