દેશમાં છેલ્લા ઘણા સમયથી પ્લેનમાં બોમ્બ હોવાથી તેમજ બોમ્બ બ્લાસ્ટ કરવાની ગતિવિધિઓ વધી રહી છે. રોજબરોજ ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકીઓ મળી રહી છે. ત્યારે આજે 85 ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જેમાં એરઇન્ડિયા, અકાસા, વિસ્તારા અને ઇન્ડિગોની ફ્લાઇટનો સમાવેશ થાય છે.
કઇ ફ્લાઇટને મળી ધમકી ?
- એર ઇન્ડિયાની 20 ફ્લાઈટને મળી ધમકી
- અકાસાની 25 ફ્લાઈટને મળી ધમકી
- વિસ્તારાની 20 ફ્લાઈટને મળી ધમકી
- ઇન્ડિગોની 20 ફ્લાઈટને મળી ધમકી
ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ દિલ્હી પોલીસે છેલ્લા આઠ દિવસોમાંથી 90થી વધારે ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટને બોમ્બથી ઉડાવાની ધમકી સંબંધમાં આઠ અલગ અલગ એફઆઇઆર દાખલ કરી છે. જે ફ્લાઇટ્સને ધમકી મળી છે તેમાં અકાસા, એર ઇન્ડિયા, વિસ્તારાની સેવાઓનો સમાવેશ થાય છે. આ ફ્લાઇટ દિલ્હીથી વિવિધ ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ગંતવ્યો માટે સંચાલિત હોય છે. પોલીસે કહ્યું કે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.
એક્સ પર મળી હતી ધમકી
એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર એક્સ X પર ધમકીભર્યા સંદેશા મળ્યા હતા જેને પછી સત્તાવાળાઓએ નકારી કાઢ્યા હતા. પહેલો કેસ 16 ઓક્ટોબરના રોજ બેંગલુરુ જતી અકાસા ફ્લાઈટને નિશાન બનાવવાનો હતો. એસએમએસ દ્વારા બોમ્બની ધમકી મળ્યા બાદ કેસ નોંધવામાં આવ્યો હતો. આ પ્લેનમાં 180થી વધુ મુસાફરો સવાર હતા. વિમાને દિલ્હી પરત ફરવું પડ્યું. બીજા દિવસે, પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ને એક પત્ર લખીને ધમકીભર્યા સંદેશાઓ પોસ્ટ કરતા એકાઉન્ટની વિગતો માંગી હતી.