- દિલ્હીના સીએમ કેજરીવાલે પત્રકાર પરિષદ સંબોધી
- આજે મારા PAને જેલ મોકલી દીધો: કેજરીવાલ
- ભાજપ ગમે તેની ધરપકડ કરે છે : કેજરીવાલ
દિલ્હીના મુખ્યપ્રધાન અને આપના રાષ્ટ્રીય સંયોજક એવા અરવિંદ કેજરીવાલે પત્રકાર પરિષદ સંબોધન કર્યું. જેમાં કેજરીવાલે ઘણા આક્ષેપ કર્યા હતા. તેમને કહ્યું કે અમારી પાર્ટીની પાછળ સરકાર પડી ગઈ છે. દિલ્હી સીએમ કેજરીવાલે કેન્દ્ર સરકાર પર આક્ષેપ કર્યા હતા. અમારા પક્ષના સૌ સભ્યોને જેલમાં મોકલવાનું કાવતરું થઈ રહ્યું છે.
https://twitter.com/i/broadcasts/1LyxBnNOOQOxN
કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ શરૂ કરતા જણાવ્યું કે, આજે મારા પર્સનલ આસિસ્ટંટ એવા બિભવ કુમારને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. હું આવતીકાલે મારા તમામ નેતાઓ અને કાર્યકરો સાથે બપોરે 12 વાગ્યે ભાજપના મુખ્યાલય જવાનો છું. જેથી જેની ધરપકડ કરવી હોય તેની કરી દે. કેન્દ્ર સરકાર આમ આદમી પાર્ટી પાછળ પડી ગઈ છે. ભાજપ સરકાર દિલ્હીમાં થતા કામ રોકવાનો પ્રયાસ કરી રહી હોવાનો આક્ષેપ મુક્યો હતો.
જેલનો ખેલ બંધ કરો
અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકારને આડે હાથ લેતા કહ્યું કે, સરકાર આ જેલનો ખેલ બંધ કરી દો. અમે દિલ્હીમાં સારું કામ કરી રહ્યા છીએ તો એમાં અમારો શું વાંક છે. અમે દિલ્હીમાં ગરીબ બાળકો માટે સારા શિક્ષણની વ્યવસ્થા કરી અને સરકારી શાળાઓને ઉત્તમ બનાવી, તેઓ આ કરી શકતા નથી. એટલા માટે તેઓ દિલ્હીની સરકારી શાળાઓને બંધ કરાવવા માંગે છે. અમારો વાંક એ છે કે અમે દિલ્હીની અંદર મહોલ્લા ક્લિનિક બનાવી, સરકારી હોસ્પિટલો બનાવી, લોકો માટે મફત દવાઓની વ્યવસ્થા કરી, સારી સારવારની વ્યવસ્થા કરી, પણ અમે આ કરી શકતા નથી. એટલા માટે તેઓ દિલ્હીમાં મોહલ્લા ક્લિનિક, હોસ્પિટલ અને સારવાર બંધ કરવા માંગે છે. સરકાર એક-એક કરીને સૌને જેલમાં ધકેલી રહી છે. જેથી સરકાર આવું કરવાનું બંધ કરે તો સારું.