રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ 79માં સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યા પર 14 ઓગષ્ટે ઓપરેશન સિંદૂરમાં જોડાયેલા 36 વાયુસૈનિકોને વીરતા પુરસ્કારથી સન્માનિત કર્યા છે. વિંગ કમાન્ડર અભિમન્યુ સિંહને શૌર્ય ચક્રથી સન્માનિત કરાયા છે જ્યારે ગ્રુપ કેપ્ટન આરએસ સિદ્ધુ અને મનીષ અરોડા સહિત 9 સૈનિકોને વીર ચક્રથી સન્માનિત કરાયા છે. મહત્વનું છે કે જમ્મુ કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે આતંકી હુમલો થયો હતો. જેનો વળતો જવાબ ઓપરેશન સિંદૂર હતો. ભારત સરકારે ઓપરેશન સિંદૂર ચલાવીને પાકિસ્તામાં 9 આતંકી ઠેકાણાઓ નષ્ટ કર્યા હતા. 


શૌર્ય ચક્ર

વિંગ કમાન્ડર અભિમન્યુ સિંહ

વીર ચક્ર (9)

ગ્રુપ કેપ્ટન: આર. એસ. સિદ્ધુ, મનીષ અરોરા, અનિમેષ પટણી, કુણાલ કાલરા

વિંગ કમાન્ડર: જોય ચંદ્ર

સ્ક્વોડ્રન લીડર: સાર્થક કુમાર, સિદ્ધાંત સિંહ, રિઝવાન મલિક

ફ્લાઇટ લેફ્ટનન્ટ: એ. એસ. ઠાકુર

વાયુ સેના મેડલ (વીરતા): 26 એરમેન

આ એવોર્ડ ઓપરેશન સિંધમાં એરમેનની અદમ્ય હિંમત અને ફરજ પ્રત્યેની નિષ્ઠાનું પ્રતીક છે.


સૈન્યના શૌર્યને સલામ 

ભારત સરકાર ઓપરેશન સિંદૂરનો ભાર રહેલા જાંબાઝ સૈનિકોને સન્માન આપવા જઇ રહી છે. હાલમાં સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ માટે કાર્યક્રમ યોજાશે અને સૈનિકોને સન્માનિત કરાશે. આ જાંબાઝ જવાનોને કારણે જ પાકિસ્તાન ઘૂંટણિયે પડવા મજબૂર થયુ, વીરચક્રએ ભારતમાં ત્રીજો સૌથી મોટો સૈન્ય અવોર્ડ છે. જે ધરતી, જળ અને આકાશમાં દુશ્મનો સામે અસાધારણ પ્રતિભા બતાવવા બદલ અપાય છે.

 

  • Follow us on: