આ હત્યા પ્રેમ પ્રકરણમાં કરાઇ હોવાનો ખુલાસો થયો હતો. પ્રેમ પ્રકરણ અને કાવતરા અંગે પોલીસ વધુ તપાસ કરશે.

પોલીસને મળી મોટી સફળતા 

મહારાષ્ટ્રના પુણે શહેરમાં તાજેતરમાં બનેલી બિઝનેસમેન કેતન અગ્રવાલની સનસનાટીભરી હત્યાના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. આ ચકચારી મર્ડર કેસના મુખ્ય આરોપીઓ સિયા અને ચેતનને પોલીસે ઝડપી પાડી કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આરોપીઓની ઊંડાણપૂર્વક પૂછપરછ કરવા માટે તેમને ૩ જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો છે.

શું છે સમગ્ર ઘટના?

પુણેના જાણીતા ઉદ્યોગપતિ કેતન અગ્રવાલની રહસ્યમય સંજોગોમાં હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પોલીસે પ્રાથમિક તપાસ અને સીસીટીવી ફૂટેજના આધારે કડીઓ મેળવીને કેતનની પરિચિત સિયા અને તેના સાથીદાર ચેતનની અટકાયત કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ હત્યા પાછળ પ્રેમ પ્રકરણ, આર્થિક લેણદેણ અથવા કોઈ અંગત અદાવત હોવાની પ્રબળ આશંકા છે.

પોલીસ કસ્ટડીમાં મોટા ખુલાસા થવાની સંભાવના

સરકારી વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે હત્યાની આ ઘટના પાછળ ખૂબ જ મોટું કાવતરું ઘડવામાં આવ્યું હતું. આરોપીઓએ પુરાવાનો નાશ કરવાનો પણ પ્રયાસ કર્યો છે. હત્યામાં કયા હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને આ ગુનામાં અન્ય કોઈ વ્યક્તિ સામેલ છે કે નહીં, તે જાણવા માટે આરોપીઓની હાજરીમાં ઘટનાસ્થળનું પંચનામું કરવું જરૂરી છે. આ તમામ પાસાઓની કડક પૂછપરછ માટે પોલીસે કોર્ટ પાસે રિમાન્ડની માંગણી કરી હતી, જેને ગ્રાહ્ય રાખવામાં આવી છે.

આ પણ વાંચોઃ યુરોપમાં આકરી ગરમી માટે કયુ કારણ છે જવાબદાર, જાણો શુ કહી રહ્યા છે વૈજ્ઞાનિકો?

  • Follow us on: