પોલીસના જણાવ્યા અનુસાર, સિયા કેતનના વિગ અને ટાલ પડવાથી નારાજ હતી. જોકે, આ દાવાઓની પોલીસ તપાસ હજુ પણ ચાલુ છે. 

હત્યા માટે આ કારણ હતુ જવાબદાર ? 

મહારાષ્ટ્રના પુણેમાં કુખ્યાત લોહાગઢ હત્યા કેસમાં રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. પ્રખ્યાત બિલ્ડર વિશાલ અગ્રવાલના પુત્ર કેતન અગ્રવાલની હત્યા તેની ભાવિ પત્ની સિયા ગોયલે તેના પ્રેમી ચેતન ચૌધરી સાથે મળીને કરી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે સગાઈ થઈ હોવા છતાં, સિયા કેતન સાથે લગ્ન કરવા માંગતી ન હતી. આ જ કારણસર તેઓએ કેતનની હત્યાનું કાવતરું ઘડ્યું હતુ. કહેવાય રહી છે કે, કેતનના માથા પર વાળ નહોતા. તેણે વિગ પહેરી હતી. સિયા ટાલવાળા પુરુષ સાથે લગ્ન કરવા માંગતી ન હતી, તેથી જ તેણે તેની હત્યાનું કાવતરું ઘડ્યું.

અગાઉના હત્યાના પ્રયાસો

તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે, 18 જૂનની ઘટના પહેલી વાર નહોતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, સિયાએ અગાઉ લોહાગઢ ખાતે કેતનને ખાડામાં ધકેલી દેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કેતને તે સમયે એક ઝાડ પકડી લીધું હતું. જેનાથી તેનો જીવ બચી ગયો હતો. પહેલો પ્રયાસ નિષ્ફળ ગયા બાદ, આરોપી ઘટનાસ્થળે પાછો ફર્યો અને આયોજનબદ્ધ રીતે ગુનો કર્યો હતો. 

વિગ અને ટાલ પડવાથી અસંતોષ

તપાસ દરમિયાન બીજો એક ચોંકાવનારો દાવો સામે આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સિયા ગોયલ કેતન અગ્રવાલ સાથે લગ્ન કરવા માંગતી ન હતી કારણ કે તે તેના ટાલ પડવા અને વિગ પહેરવાની આદતથી નારાજ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, બંને વચ્ચે આ મુદ્દે ઘણીવાર દલીલો થતી હતી. જોકે, સત્તાવાર પોલીસ તપાસ હજુ પણ ચાલુ છે અને આ દાવાની પણ તપાસ કરવામાં આવી રહી છે.

પ્રેમી ચેતન સાથે હત્યાનું કાવતરું

પોલીસ તપાસ મુજબ, સિયા ગોયલ ચેતન ચૌધરીના પ્રેમમાં હતી અને તેની સાથે લગ્ન કરવા માંગતી હતી. તેથી, તેઓએ કેતનને ખતમ કરવાનું કાવતરું ઘડ્યું. હત્યા પહેલા, તેઓ એક કેફેમાં મળ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં સિયા અને ચેતન ઘટના પહેલા કેફેમાં સાથે બેઠા હોય તેવું દેખાય છે. તપાસ એજન્સીઓ આ ફૂટેજ અને અન્ય ઇલેક્ટ્રોનિક પુરાવાઓના આધારે કેસને એકસાથે જોડી રહી છે.

આ પણ વાંચોઃ વેપાર, સંરક્ષણ અને ટેક્નોલોજી ક્ષેત્રે ભાગીદારી મજબૂત કરવા પર અપાયો ભાર

  • Follow us on: