દિલ્હીના વ્યસ્ત અને જાણીતા ચાવડી બજાર વિસ્તારમાંથી એક ગંભીર દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે, જ્યાં એક નિર્માણાધીન ત્રણ માળની ઇમારત અચાનક ધરાશાયી થઈ ગઈ છે. આ અકસ્માતને કારણે ઇમારતનો વિશાળ કાટમાળ નીચે ફેલાઈ ગયો છે અને આશંકા છે કે અંદર અનેક લોકો ફસાયેલા હોઈ શકે છે. આ ઘટનામાં બે લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. 

રાહત અને બચાવ કામગીરી કરાઇ શરૂ

ઘટનાની જાણ થતાં જ વહીવટી તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. રાહત અને બચાવ કામગીરી માટે તાત્કાલિક અનેક ફાયર એન્જિનો તેમજ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. કાટમાળ હટાવીને ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે સર્ચ ઓપરેશન ચાલુ છે.
https://x.com/ANI/status/2118227759294255567?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2118227759294255567%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

સવારના સમયે બની આ ઘટના

મીડિયા રિપોર્ટના અહેવાલ મુજબ, આ દુર્ઘટના સવારે આશરે ૯:૫૦ વાગ્યે બની હતી. ચાવડી બજાર મેટ્રો સ્ટેશનની બરાબર સામે આવેલી ગલી સિતારામાં આ ત્રણ માળની નિર્માણાધીન ઇમારત અચાનક તૂટીને જમીનદોસ્ત થઈ ગઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે વહીવટી તંત્ર, પોલીસ અને આપત્તિ વ્યવસ્થાપન ટીમો હરકતમાં આવી ગઈ હતી. રાહત અને બચાવ કામગીરી માટે ઓછામાં ઓછા પાંચ ફાયર એન્જિન તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને કાટમાળ હટાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
delhi building collaps

ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા કવાયત હાથ 

સ્થાનિક અધિકારીઓ અને ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, ઇમારતના કાટમાળ નીચે ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે તમામ સંભવિત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જો કે, જે ગલીમાં આ દુર્ઘટના સર્જાઈ છે ત્યાં રસ્તો અત્યંત સાંકડો હોવાને કારણે અને ઇમારતનો કાટમાળ ગલીમાં ઊંડે સુધી ફેલાઈ ગયો હોવાથી ફાયર ફાઇટરો અને બચાવકર્મીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેમ છતાં, મશીનરી અને મેનપાવરની મદદથી બચાવ કામગીરી અવિરતપણે ચાલુ છે.
https://x.com/ANI/status/2118226864846344475?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2118226864846344475%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=
નિર્માણધીન બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટનામાં વધારો
નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હીમાં જૂની કે નિર્માણાધીન ઇમારતો ધરાશાયી થવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, જે શહેરી સુરક્ષા અને નિયમો પર ગંભીર સવાલો ખડા કરે છે. અચાનક બનેલી આ દુર્ઘટનાથી ઘટનાસ્થળે સ્થાનિક લોકોના ટોળા એકઠા થઈ ગયા છે અને લોકોમાં ભારે ભય તેમજ ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રશાસનની પ્રથમ પ્રાથમિકતા કાટમાળ નીચે ફસાયેલા લોકોને ઝડપથી બહાર કાઢીને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવાની છે.