રાજધાની દિલ્હીના વિવેક વિહાર વિસ્તારમાં મંગળવારે સવારે એક અત્યંત ગંભીર અને ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી, જ્યાં એક અઢી માળનું મકાન અચાનક ધરાશાયી થઈ ગયું હતું. આ અકસ્માતમાં મકાનના કાટમાળ નીચે કુલ છ લોકો દટાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો, દિલ્હી પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમોએ યુદ્ધના ધોરણે સંયુક્ત બચાવ અભિયાન હાથ ધરીને તમામ છ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં એક માસૂમ બાળકની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
સવારે 10 વાગ્યાની આસપાસ બની ઘટના
પ્રાપ્ત વિગતો અનુસાર, આ દુર્ઘટના વિવેક વિહાર ફેઝ-2 વિસ્તારમાં સવારે આશરે 10 વાગ્યાની આસપાસ બની હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, સવારે અચાનક એક જોરદાર ધડાકા જેવો અવાજ સંભળાયો હતો અને આસપાસના વિસ્તારમાં ધૂળના ગોટેગોટા છવાઈ ગયા હતા. લોકોએ બહાર આવીને જોયું તો અઢી માળના મકાનનો ઉપરનો ભાગ સંપૂર્ણપણે તૂટી પડ્યો હતો અને અંદરથી લોકોની ચીસો સંભળાઈ રહી હતી.
https://x.com/ANI/status/2122571691503255654?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2122571691503255654%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=
https://x.com/ANI/status/2122571691503255654?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2122571691503255654%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=
6 થી 7 લોકો કાટમાળ નીચે ફસાયાની આશંકા
સવારે 10:13 વાગ્યે ફાયર વિભાગને આ અંગેની જાણ કરવામાં આવતા બે ફાયર ટેન્ડરો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. જોકે, આ વિસ્તારની ગલીઓ અત્યંત સાંકડી હોવાથી વહીવટીતંત્ર અને બચાવ ટુકડીઓને ઘટનાસ્થળ સુધી પહોંચવામાં તેમજ રાહત કાર્ય ચલાવવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ, સ્થાનિક રહેવાસીઓએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા તંત્રની રાહ જોયા વિના જાતે જ કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી. પડોશીઓની આ સમયસૂચકતા અને પોલીસ-ફાયર બ્રિગેડના સહયોગથી દટાયેલા લોકોને સમયસર બચાવી શકાયા હતા.
