જમ્મુ-કાશ્મીરના દક્ષિણ કાશ્મીરમાં આવેલા કુલગામ જિલ્લામાં બુધવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં લશ્કર-એ-તૈયબાનો કમાન્ડર મહંમદ લતીફ ભટ માર્યો ગયો હોવાની માહિતી સામે આવી છે. સુરક્ષાદળોના જણાવ્યા અનુસાર, લતીફ ભટ 11 નવેમ્બરે કુલગામના મીર બજાર નજીક સીઆરપીએફ ચોકી પર થયેલા હુમલાનો કથિત મુખ્ય સૂત્રધાર હતો. આ હુમલામાં 3 જવાનો ઘાયલ થયા હતા. 

આત્મસમર્પણ કરવા માટે અનેક તક 

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સુરક્ષાદળોએ લશ્કર-એ-તૈયબાના આતંકી લતીફ ભટને એન્કાઉન્ટરમાં ઠાર કર્યો છે. તે એક મસ્જિદમાં છુપાયો હતો. સુરક્ષાદળોએ તેને આત્મસમર્પણ કરવા માટે અનેક તક આપી હતી, પરંતુ તેણે સરેન્ડર કરવાનો ઇનકાર કર્યો હતો. આખરે મસ્જિદમાંથી બહાર નીકળ્યા બાદ તેને ઠાર કરવામાં આવ્યો હતો.

એસએસપીએ વીડિયો કોલ પર સમજાવવાનો પ્રયાસ કર્યો

કુલગામના એસએસપીના જણાવ્યા અનુસાર, તેમણે પોતે લતીફ ભટ સાથે લાંબી વીડિયો કોલ પર વાત કરી હતી. તેને હથિયાર મૂકીને આત્મસમર્પણ કરવા સમજાવવામાં આવ્યો હતો. સરેન્ડર કરે તો તેનો જીવ બચાવવામાં આવશે તેવી ખાતરી પણ આપવામાં આવી હતી. જોકે, લતીફે આ ઓફર સ્વીકારી નહોતી. એસએસપીના જણાવ્યા પ્રમાણે, ઓપરેશન દરમિયાન લતીફે કથિત રીતે કહ્યું હતું કે, 'મારી સાથે અલ્લાહ સિવાય કોઈ નથી.'

https://x.com/ANI/status/2122915946822299873?a=_hxwojpkcGug-PPo8-E&s=20  


મસ્જિદમાંથી બહાર કાઢવા ટિયર ગેસ છોડાયા

એસએસપીના જણાવ્યા અનુસાર, લતીફ ભટ્ટ રાત્રે આશરે 2:45 વાગ્યે મસ્જિદમાં પ્રવેશ્યો હતો અને ત્યારબાદ તેણે ગોળીબાર શરૂ કર્યો હતો. તેને બહાર કાઢવા માટે સુરક્ષાદળોએ ટિયર ગેસ છોડ્યા હતા. ધાર્મિક સ્થળને નુકસાન ન પહોંચે તે માટે ખાસ સાવચેતી રાખવામાં આવી હતી. મસ્જિદની અંદર સુરક્ષાદળોએ કોઈ કાર્યવાહી કરી નહોતી. લતીફ બહાર આવતાં જ તેને ગોળી મારી દેવામાં આવી હતી.

18 નવેમ્બર 2025ના રોજ લશ્કરમાં જોડાયો હોવાનો દાવો

એસએસપી અનાયત અલીના જણાવ્યા મુજબ, લતીફ ભટ્ટ 18 નવેમ્બર 2025ના રોજ લશ્કર-એ-તૈયબામાં જોડાયો હતો. તે કટ્ટરપંથી વિચારધારા તરફ વળ્યો હોવાનો અને સરહદ પારથી જમ્મુ-કાશ્મીરમાં શાંતિ, પ્રવાસન તથા અર્થતંત્રને નુકસાન પહોંચાડવાના નિર્દેશ મળતા હોવાનો પણ અધિકારીઓએ દાવો કર્યો હતો.

સીઆરપીએફ ચોકી પરના હુમલામાં સંડોવણી

લતીફ ભટ્ટ પર 11 નવેમ્બરે કુલગામના મીર બજાર નજીક સીઆરપીએફ ચોકી પર થયેલા હુમલાના મુખ્ય સૂત્રધાર હતો. આ હુમલામાં 3 જવાનો ઘાયલ થયા હતા. ભારતીય સેના, જમ્મુ-કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ અને સીઆરપીએફની સંયુક્ત ટીમે આતંકવાદ વિરોધી કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં લતીફ ભટ માર્યો ગયો. 


આ પણ વાંચો :   Palitana: 3 કરોડની વસ્તી છતાં માત્ર બે મંત્રી કેમ..? કોળી સમાજને મુખ્યમંત્રી પદ આપવાની માગ ફરી ઉઠી