લખનઉના અમૌસી એરપોર્ટ પર દિલ્હીથી આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-1717ને લેન્ડિંગથી થોડા સમય પહેલાં ગો-અરાઉન્ડ કરવું પડ્યું હતું. માહિતી મુજબ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ આ જ ફ્લાઇટમાં સવાર હતા. મળેલી માહિતી મુજબ લેન્ડિગના બીજા પ્રયાસમાં વિમાનનું સુરક્ષિત ઉતરાણ થયું હતું


પાયલટે છેલ્લી ક્ષણે લેન્ડિંગ કેમ અટકાવી?


પ્રથમ વખત લેન્ડિંગ દરમિયાન વિમાનનો એપ્રોચ અનસ્ટેબલ હોવાનું સામે આવ્યું હતું. પાયલટે મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેન્ડિંગ આગળ વધારવાને બદલે તેને અટકાવવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ વિમાનને ફરીથી ઊંચાઈ પર લઈ જવામાં આવ્યું હતું અને નવા એપ્રોચ માટે મોકલવામાં આવ્યું હતું.

ગો-અરાઉન્ડનો નિર્ણય કેમ લેવામાં આવ્યો?


વિમાનની લેન્ડિંગ પ્રક્રિયા દરમિયાન એપ્રોચ સ્થિર ન હોવાથી પાયલટે ગો-અરાઉન્ડનો નિર્ણય લીધો હતો. આ નિર્ણય સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે. ફ્લાઇટમાં રાહુલ ગાંધી સવાર હોવાની માહિતી સામે આવતા આ ઘટનાએ વધુ ધ્યાન ખેંચ્યું છે.  


મુસાફરોના શ્વાસ અધ્ધર થઈ ગયા 


દિલ્હીથી લખનૌ આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટને લેન્ડિંગ પહેલાં અચાનક ફેરબદલ કરવાની ફરજ પડી ત્યારે લખનૌ એરપોર્ટ પર મુસાફરોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પણ વિમાનમાં હતા. જોકે, પાઇલટની સમજદારીને કારણે, બીજા પ્રયાસમાં વિમાન સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવ્યું હતું. 

બીજા પ્રયાસમાં વિમાનને સુરક્ષિત રીતે લેન્ડ કર્યું


અહેવાલો દર્શાવે છે કે વિમાન લેન્ડ થવાનું હતું ત્યારે તેને અચાનક એક તીવ્ર ઝટકો લાગ્યો અને તે ફરીથી ઉપર આવવા લાગ્યું. આ અચાનક ઘટનાથી મુસાફરોમાં થોડો ગભરાટ ફેલાયો હતો. જોકે, પાયલોટે ફરીથી વિમાન ઊંચું કર્યું અને ઉડાન ભરી હતી ત્યારબાદ પાયલોટે બીજા પ્રયાસમાં વિમાનને સુરક્ષિત રીતે લેન્ડ કર્યું. વિમાન સુરક્ષિત રીતે લેન્ડ થયા પછી મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો. હાલમાં સત્તાવાર માહિતીની રાહ જોવાઈ રહી છે કે લેન્ડિંગની સ્થિતિ હવામાનને કારણે હતી કે ટેકનિકલ કારણોસર. મળતી માહિતી મુજબ, એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-1717 એ દિલ્હીથી બપોરે લગભગ 2:20 વાગ્યે ઉડાન ભરી હતી અને લગભગ 3:30 વાગ્યે લખનૌ પહોંચવાનું હતું.