એરપોર્ટ પર લેન્ડિંગ કરતી વખતે ટ્રેનિંગ વિમાન અચાનક રનવે પરથી લપસી જતાં ક્રેશ થયું હતું.
એરપોર્ટ પર ભારે અફરાતફરી
મહારાષ્ટ્રના બારામતી એરપોર્ટ પર ટ્રેનિંગ વિમાન ક્રેશ થતા હડકંપ મચ્યો છે. લેન્ડીંગ સમયે રનવે પરથી ટ્રેનિંગ વિમાન લપસતા આ દુર્ઘટના ઘટી છે. પરંતુ સદનસીબે આ દુર્ઘટનામાં જાનમાલનુ કોઇ નુકસાન થયુ નથી. વિમાન ક્રેશ થવાના સમાચાર મળતાં જ એરપોર્ટ પર ભારે અફરાતફરી અને હડકંપ મચી ગયો હતો.
કારણ શોધવા તપાસ શરુ
ટ્રેનિંગ વિમાન પોતાની નિયમિત ઉડાન બાદ બારામતી એરપોર્ટના રનવે પર લેન્ડ કરી રહ્યું હતું. તે જ સમયે ટેકનિકલ ખામી કે અન્ય કારણોસર વિમાન પરનું નિયંત્રણ ગુમાવતા તે રનવે પરથી નીચે ઉતરી ગયું હતું અને દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.
મોટી જાનહાનિ ટળી
આ અકસ્માત બાદ તરત જ એરપોર્ટની ઈમરજન્સી અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારનું જાનમાલનું નુકસાન થયું નથી અને વિમાનમાં સવાર તાલીમાર્થી પાઈલટ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે એરપોર્ટ ઓથોરિટી દ્વારા અકસ્માતના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે.ટ
આ પણ વાંચોઃ ઓમેગા-3 સપ્લીમેન્ટ્સ લેતા પહેલા જાણો સાવચેતીઓ અને આડઅસરો
