પંજાબના પટિયાલા જિલ્લામાંથી એક મોટા અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. ન્યૂ જલપાઈગુડી (પશ્ચિમ બંગાળ) થી અમૃતસર (પંજાબ) જતી ચર્ચાસ્પદ 'કર્મભૂમિ એક્સપ્રેસ' ટ્રેનમાં અચાનક આગ ફાટી નીકળતા મુસાફરોમાં ભારે ગભરાટ અને નાસભાગ મચી ગઈ હતી. આ ઘટના પટિયાલાના સરાઈ વણજારા ગામ નજીક બની હતી, જ્યારે આ ટ્રેન રાજપુરા તરફ આવી રહી હતી.
કર્મભૂમિ એક્સપ્રેસમાં લાગી ભીષણ આગ
ઘટનાસ્થળેથી સામે આવેલા પ્રત્યક્ષદર્શીઓના વીડિયોમાં ટ્રેનમાંથી દૂર-દૂર સુધી કાળા ધુમાડાના ગોટેગોટા નીકળતા સ્પષ્ટ જોઈ શકાય છે. ચાલતી ટ્રેનમાં અચાનક આગ લાગવાને કારણે મુસાફરો જીવ બચાવવા માટે ગભરાઈને ટ્રેનમાંથી નીચે કૂદીને ભાગ્યા હતા. પ્રાથમિક અહેવાલો મુજબ, કેટલાક મુસાફરો અંદર ફસાયા હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
https://x.com/ParmeetBidowali/status/2118629678936478183?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2118629678936478183%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=
https://x.com/ParmeetBidowali/status/2118629678936478183?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2118629678936478183%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=
આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી
હાલ સુધી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. દુર્ઘટનાની જાણ થતા જ રેલવે તંત્ર અને રાહત બચાવ ટીમો તાત્કાલિક હરકતમાં આવી ગઈ છે. આગ પર કાબૂ મેળવવા અને મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવાના પ્રયાસો યુદ્ધના ધોરણે ચાલી રહ્યા છે. તંત્ર દ્વારા આગમાં થયેલા નુકસાન અને મુસાફરોની સ્થિતિ અંગે વિગતવાર માહિતી મેળવવાની કવાયત હાથ ધરવામાં આવી છે.
